બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 7 જુલાઈ 2020 (14:03 IST)

24 કલાકમાં કાલાવાડમાં 15 ઈંચ વરસાદ ખાબક્યો, રણજીત સાગર ડેમ ઓવરફ્લો થયો

સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસમાં અનરાધાર વરસાદ વરસ્યો છે. આજે મંગળવારે સવારે 6 વાગ્યા સુધીમાં રાજ્યનાં 213 જિલ્લાઓમાં વરસાદ નોંઘાયો છે. જેમા સૌથી વધુ જામનગરનાં કાલાવાડમાં 15 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ સાથે પડધરીમાં 8 ઈંચ વરસાદ નોંધાયો છે. ધ્રોલમાં 8 ઈંચ, જોડિયામાં 6 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે કચ્છના ભચાઉમાં 6 ઈંચ, જામનગરમાં 5.72 ઈંચ ખંભાળિયામાં 5.16 ઈંચ વરસાદ નોધાયો છે. લોધિકા અને રાજકોટમાં 5 ઈંચ વરસાદ નોંધાયો છે. સતત વરસતા વરસાદને કારણે જામનગર જિલ્લાના મોટાભાગના ડેમો ઓવરફ્લો થયા છે.સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદથી જળાશયોમાં પાણીની ધોધમાર આવક થઈ રહી છે. મોટાભાગનાં ડેમ ભરાઈ જતા દરવાજા ખોલવામાં આવતા હેઠવાસનાં ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રનાં સિંચાઈ વિભાગ હેઠળનાં 65થી વધુ જળાશયોમાં અર્ધાથી માંડીને 22 ફૂટ સુધીની સપાટીમાં વધારો થયો છે.મળતી માહિતી પ્રમાણે, જામનગરમાં ઉંડ નદીના વહેણમાં બે યુવાનો તણાયા છે. ઉંડ ડેમના 20 પાટિયા ખોલતા નદીમા ઘોડાપુર આવ્યા હતા. જેમાં જોડિયાના બે યુવાનો તણાતા હાહાકાર મચી ગયો હતો.જામનગરમાં શહેરને પીવાનું પાણી પૂરું પડતો રણજીત સાગર ડેમ ઓવરફ્લો થયો છે. રાજાશાહી વખતનો રણજીત સાગર ડેમ ઓવરફ્લો થતા રસ્તો બંધ થયો છે. જેના કારણે રાહદારીઓ અટવાયા છે.હવામાન વિભાગના ડાયરેક્ટ ડોકટર જ્યંત સરકારે સોમવારે જણાવ્યું હતુ કે, હવામાન વિભાગના દ્વારકા સેન્ટરમાં વરસાદી આંકડા નોંધાયા છે. જેમાં છેલ્લા 24 કલાકમાં દ્વારકામાં ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો છે. જેના કારણે તમામ જૂના રેકોર્ડ તૂટી ગયા છે. 17 જુલાઈ 1933ના રોજ 273.8 મિલિમિટર વરસાદ પડ્યો હતો. જે ગઈકાલે 275.8 મિલિમિટર વરસાદ પડ્યો છે. જે નવો રેકોર્ડ નોંધાયો છે. દ્વારકા જિલ્લામાં વરસાદે રેકોર્ડ બનાવ્યો છે. .દ્વારકા જિલ્લામાં 394.7 મિલિમિટર વરસાદ 1 ઓગસ્ટમાં 2014 હતો. જે ગઈકાલે 490 મિલિમિટર વરસાદ પડ્યો છે. જે નવો રેકોર્ડ છે.