શનિવાર, 30 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: બુધવાર, 27 નવેમ્બર 2024 (09:52 IST)

સરકાર લાવી રહી છે નવું PAN કાર્ડ, કરદાતાઓ પર શું થશે અસર

PAN 2.0 પ્રોજેક્ટને 25 નવેમ્બર 2024ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં મંજૂરી આપવામાં આવી હતી. આ પ્રોજેક્ટ કરદાતાઓના અનુભવને ડિજિટલી બહેતર અને ઝડપી બનાવવાની દિશામાં એક મોટું પગલું છે.
 
PAN 2.0: નવી પહેલ શું છે?
PAN 2.0 પ્રોજેક્ટ એ આવકવેરા વિભાગનો ઈ-ગવર્નન્સ પ્રોજેક્ટ છે, જે PAN અને TAN સેવાઓને એકીકૃત અને પેપરલેસ બનાવશે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય PAN કાર્ડ જારી કરવાની, અપડેટ કરવાની અને સુધારવાની પ્રક્રિયાને વધુ તકનીકી રીતે કાર્યક્ષમ અને સરળ બનાવવાનો છે.
 
યુનિફાઇડ પોર્ટલ પર તમામ સેવાઓ:
હવે ત્રણ અલગ-અલગ પોર્ટલને બદલે PAN સંબંધિત તમામ સેવાઓ એક જ પોર્ટલ પર ઉપલબ્ધ થશે. તેમાં PAN એલોટમેન્ટ, અપડેટ, કરેક્શન, આધાર-PAN લિંકિંગ, e-PAN વિનંતી અને ઓનલાઈન PAN વેરિફિકેશન જેવી સુવિધાઓ સામેલ હશે.