શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2025
Written By
Last Modified: મંગળવાર, 26 નવેમ્બર 2024 (15:47 IST)

IPL Auction: કોણ છે અલ્લાહ ગજાનફર ? 15 વર્ષીય અફગાનિસ્તાની બોલર પર MI એ ખર્ચ કર્યા 4.80 કરોડ, જાણો કરિયર

Allah ghazanfar
Allah ghazanfar
અગાઉના સંસ્કરણમાં 18 વર્ષીય બોલર કલકતા નાઈટ રાઈડર્સ (કેકેઆર)નો ભાગ હતા, પણ તેમને રમવાની તક મળી નહોતી.  હવે તેઓ હાર્દિક પડ્યાની કપ્તાનીમાં રમતા જોવા મળશે. આશા છે કે સ્ટાર ઓલરાઉંડર તેમને પ્લેઈંગ 11માં તક આપશે. 
 
સોમવારે મુંબઈ ઈંડિયંસે અફગાનિસ્તાનના યુવા બોલર અલ્લાહ ગજાનફરને 4.80 કરોડ રૂપિયામાં ખરીદી લીધો. નીલામી દરમિયાન કલકત્તા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેંજર્સ બેંગલુરુ (આરસીબી)એ પણ મિસ્ટ્રી બોલર પર બોલી લગાવી હતી પણ મુંબઈને તેને પોતાની ટીમનો ભાગ બનાવી લીધો. 
 
હાર્દિકની કપ્તાનીમાં રમશે ગજાનફર 
અગાઉના આઈપીએલમાં 18 વર્ષીય બોલર કલકત્તા નાઈટ રાઈડર્સનો ભાગ હતો પણ એને રમવાની તક મળી નહોતી. હવે તે હાર્દિક પડ્યાની કપ્તાનીમાં રમતો જોવા મળશે. આશા છે કે સ્ટાર ઓલરાઉંડર તેને પ્લેઈંગ 11માં તક આપશે.  કર્ણ શર્મા પછી તે બીજા સ્પિનર છે જેને મુંબઈ ઈંડિયંસે તેના આધાર મૂલ્યથી વધુ કિમંત પર ખરીદ્યો છે. 
 
પહેલા પણ ચર્ચામાં રહી ચુક્યા છે 
 ગઝનાફર પહેલા પણ  IPL 2023ની હરાજીમાં પણ ચર્ચામાં આવ્યો હતો. તેમણે 15 વર્ષ અને 161 દિવસની ઉંમરે નામ્ નોંધાવ્યુ હતુ. જોકે, તે સમયે તે અનસોલ્ડ રહ્યા હતા. જ્યારે તે 2024માં મુજીબ-ઉર રહેમાનના સ્થાને કોલકાતા નાઈટ રાઈડર્સમાં જોડાયો ત્યારે તેનું નસીબ બદલાઈ ગયું.
 
ટી20 આંતરરાષ્ટ્રીયમાં નથી કર્યુ ડેબ્યુ 
આ ઉપરાંત મુંબઈ ઈંડિયંસ અગાઉની સીજન પહેલા તેમને નેટ બોલરના રૂપમાં સાઈન કર્યા હતા પણ વીઝા કારણોથી  તે આવી શક્યા નહોતા. શારજહામાં બાગ્લાદેશ વિરુદ્ધ તાજેતરમાં જ એક મેચ દરમિયાન તેમ એ 26 રન આપીને છ વિકેટ લીધી હતે. તેમના સ્પેલથી બાંગ્લાદેશે ફક્ત 11 રન પર સાત વિકેટ ગુમાવી દીધી હતી.  ગજાનફરે એક નવો રેકોર્ડ સ્થાપિત કર્યો હતો. ગજાનફરે ઈમર્જિંગ એશિયા કપ 20254માં પણ શાનદાર પ્રદર્શન કર્યુ હતુ.  જમના હાથના બોલરે અત્યાર સુધી અફગાનિસ્તાન માટે ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કર્યુ નથી.  તે આઠ વનડે મેચોમાં 12 વિકેટ પોતાને નામ કરવામાં સફળ રહ્યા છે.