બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2025
Written By
Last Updated : સોમવાર, 25 નવેમ્બર 2024 (17:21 IST)

IPL 2025 Mega Auction-બીજા દિવસે 493 ખેલાડીઓ પર બિડિંગ થશે

IPL 2025 Mega Auction- સાઉદી અરેબિયાના જેદ્દાહમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025 માટે ખેલાડીઓની હરાજી ચાલી રહી છે. આ મેગા ઓક્શનનો આજે બીજો દિવસ છે. પ્રથમ દિવસે 84 ખેલાડીઓ પર બોલી લગાવ્યા બાદ આજે 490 ખેલાડીઓ હરાજીમાં પ્રવેશતા જોવા મળશે. અત્યાર સુધીમાં 72 ખેલાડીઓનું વેચાણ થઈ ચૂક્યું છે, તેથી આજે વધુમાં વધુ 132 ખેલાડીઓનું વેચાણ થઈ શકશે.
 
બીજા દિવસે કેટલા વાગ્યે હરાજી શરૂ થશે?
IPL 2025ના બીજા દિવસની મેગા ઓક્શન આજે બપોરે 3:30 વાગ્યે શરૂ થશે. આ હરાજી રાત્રે 11 વાગ્યા સુધી ચાલવાની ધારણા છે.

ઋષભ પંતે હરાજીના પહેલા દિવસે તમામ રેકોર્ડ તોડી નાખ્યા, જ્યાં લખનૌ સુપર જાયન્ટ્સે તેના માટે 27 કરોડ રૂપિયાની બોલી લગાવી. તેમના સિવાય શ્રેયસ અય્યર પર 26.75 કરોડ રૂપિયા જ્યારે વેંકટેશ ઐયર પર 23.75 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. મેગા ઓક્શન માટે 577 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા.

04:53 PM, 25th Nov

IPL 2025ની મેગા ઓક્શનના બીજા દિવસે દીપક ચહર પર ઘણા પૈસાનો વરસાદ થયો હતો. દીપકને ટીમમાં સામેલ કરવા માટે પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે જોરદાર જંગ ખેલાયો હતો. જોકે, મુંબઈ છેલ્લી ચાલમાં સફળ રહ્યું હતું અને તેણે 9.25 કરોડ રૂપિયા ખર્ચીને તેને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો.

04:50 PM, 25th Nov