રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 29 નવેમ્બર 2021 (11:04 IST)

GRD ની ભરતી માટે બેરોજગારોનું ઘોડાપૂર ઉમટ્યું, પોલીસે કર્યો લાઠીચાર્જ

photo- ANI Twitter
બનાસકાંઠાના પાલનપુરમાં પોલીસ વિભાગ પર આંગળી ચિંધાવવા લાગી છે. કોરોના મહામારીની વચ્ચે શનિવારે ગ્રામ રક્ષક દળની (જીઆરડી) ના 600 પદની ભરતીમાં મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમટી પડ્યા હતા. પોલીસને આશા ન હતી કે આટલી ભીડ ઉમટી પડશે અને ના તો તેને સંભાળવા માટે કોઇ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી. એવામાં હજારોની ભીડ પર કાબૂ મેળવવા માટે સ્થાનિક પોલીસકર્મીઓએ લાઠીચાર્જનો સહારો લેવો પડ્યો હતો. બેરોજગારોની મોટી સંખ્યાએ સરકાર પર સવાલ ઉઠાવ્યા છે. ગ્રામીણ વિસ્તાર પર આવનાર ઉમેદવારોને જોઇને સરળતાથી બેરોજગારીનો અંદાજો લગાવી શકાય છે. 
 
તો બીજી તરફ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં સામે આવતાં જ લોકોએ કોમેન્ટ કરવાનું શરૂ કરી દીધું, કોઇએ વ્યવસ્થાને ધ્વસ્ત ગણાવી તો કોઇએ તેને કોરોના સંક્રમણનું વેલકમ ગણાવ્યું. વાયરલ વીડિયો દર્શાવે છે કે મઠ્ઠીભર પોલીસ તંત્ર વ્યવસ્થા માટે કેવા પ્રકારનો પ્રયત્ન કરી રહી છે.  
 
જીઆરડી ભરતી માટે 5 ધોરણ પાસ વ્યક્તિ અરજી કરી શકે છે. તેમાં શારિરીક ટેસ્ટ લેવામાં આવે છે. તેના માટે ફક્ત 230 રૂપિયા દૈનિક ભથ્થું મળે છે. 
 
તમને જણાવી દઇએ કે ગત બે વર્ષોમાં બેરોજગારીનું સંકટ વધ્યું છે. ઔધોગિક કામકાજ મંદા પડ્યા છે હજારો યુવકો પરત ફરતા મજબૂર બન્યા છે. ગામમાં નાના નાના કામો માટે પણ બેરોજગાર યુવકોને મારામારી કરવી પડી રહી છે