રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 8 ઑક્ટોબર 2021 (10:23 IST)

યુવકે મુંબઈની યુવતીનો સોશિયલ મિડીયામાં સંપર્ક કરી નોકરી આપવાના બહાને અમદાવાદ બોલાવી દુષ્કર્મ ગુજાર્યુ

મુંબઈમાં રહેતી યુવતીને અમદાવાદ એરપોર્ટ પર નોકરી આપવાનું કહીને મુંબઇનો યુવક અમદાવાદ લાવ્યો હતો. બાદમાં એરપોર્ટ નજીકની હોટલમાં લઈ જઈને દુષ્કર્મ ગુજાર્યુ હતુ. જેથી યુવતી પરત મુંબઈ જતી રહી હતી બાદમાં દુષ્કર્મ ગુજારનાર યુવકના વિરુદ્ધમાં મુંબઈના નાલાસોપારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ઘટના અમદાવાદમાં બની હોવાથી નાલાસોપારા પોલીસે અમદાવાદ એરપોર્ટ પોલીસને કેસ ટ્રાન્સફર કરતા પોલીસે તપાસ હાથ ધરી છે. મુંબઈના અંધેરીમાં રહેતા 25 વર્ષીય વિશાલ રાજપુત નામના યુવકે સોશિયલ મિડીયાના મારફતે મુંબઈમાં રહેતી 25 વર્ષીય યુવતીનો સંપર્ક કર્યો હતો. બાદમાં બંન્ને વચ્ચે વાતચિતો શરૂ થઈ હતી અને યુવતીને નોકરીની જરૂર હોવાથી તેણે વિશાલ રાજપુતને આ અંગેની જાણ કરી હતી. ત્યારે વિશાલે યુવતીને અમદાવાદ એરપોર્ટ ઉપર નોકરી આપવવાની વાત કરી હતી. જેથી યુવતી વિશાલની વાતમાં આવી ગઈ હતી. આ દરમિયાન એક દિવસ વિશાલે યુવતીને ફોન કરીને જાણ કરી હતી કે, અમદાવાદ એરપોર્ટ પર તને નોકરી મળી જશે જોકે તારે ઈન્ટરવ્યુ આપવા માટે અમદાવાદ આવવુ પડશે. જેથી યુવતી એરપોર્ટમાં નોકરીની લાલચે મુંબઈ થી અમદાવાદ આવી હતી. બાદમાં વિશાલે યુવતીને હોટલમાં લઈ ગયો હતો અને યુવતી સાથે દુષ્કર્મ ગુજાર્યું હતુ.આ ઘટના બાદ યુવતીના એરપોર્ટમાં નોકરી લેવા આવી અને તેની સાથે આવો બનાવ બન્યો હતો. જેથી તે વિશાલને કંઈ પણ કિધા વગર મુંબઈ પરત જતી રહી હતી. બાદમાં તેણે મુંબઈના નાલાસોપારા પોલીસ સ્ટેશનમાં વિશાલ રાજપુતના વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કર્યો હતો. જો કે ઘટના અમદાવાદના એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારની હોવાથી તપાસના કાગળો એરપોર્ટ પોલીસ સ્ટેશનને મોકલી આપ્યા હતા. આ બાબતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એરપોર્ટ પોલીસે મરાઢી ભાષામાંથી ગુજરાતી ભાષામાં ફરીયાદ ટ્રાન્સફર કરીને વિશાલના વિરુદ્ધમાં દુષ્કર્મનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.