પ્રથમ નોરતે અમદાવાદમાં વરસાદ પડતા મંડપોમાં ભરાયા પાણી, ખૈલૈયાઓ થયા નિરાશ

gujrat garba
અમદાવાદ:| Last Modified ગુરુવાર, 7 ઑક્ટોબર 2021 (20:10 IST)

હવામાન વિભાગની આગાહી મુજબ 7 ઓક્ટોબરથી ચોમાસુ વિદાય લેવાનુ હતુ. પરંતુ આજે અચાનક હવામાનમાં પલટો થયો અને અમદાવાદ સહિત વિવિધ વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસ્યો વરસાદ. જેના કારણે અમદાવાદમાં અનેક ગરબા મંડપોમાં પાણી ભરાતા ખૈલૈયાઓ નિરાશ થયા છે.

જો કે ખૈલૈયાઓએ નિરાશ થવાની જરૂર નથી કારણ કે ગુજરાતમાં હવે ચોમાસુ વિદાય લેવાના આરે પહોંચ્યુ છે. હવામાનવિભાગે કહ્યુ છે. રાજ્યમાં હાલ કોઈ સિસ્ટમ સક્રિય નથી. પરંતુ હવામાં ભેજ હોવાથી કેટલાક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. તેમ હવામાન વિભાગે આગાહી કરી છે.હવામાન વિભાગે રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડવાની શક્યતા પણ વ્યકત કરવામાં આવી છે.
અમદાવાદ, સાબરકાંઠા, અને બનાસકાંઠામાં સામાન્ય વરસાદ થઇ શકે છે. જ્યારે ડાંગ, નવસારી વલસાડમાં વીજળીની ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.


આ પણ વાંચો :