રવિવાર, 14 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. નવરાત્રી ઉત્સવ
  3. નવરાત્રી આલેખ
Written By
Last Modified: ગુરુવાર, 7 ઑક્ટોબર 2021 (09:01 IST)

Navratri 2021: જાણો ઘટ સ્થાપનાનું શુભ મુહૂર્ત- કળશ સ્થાપનનું મુહૂર્ત

માં દુર્ગા પાલખી કે ડોલીમાં આવશે અને હાથી પર સવાર થઇને પ્રસ્થાન કરશે.  7 ઓક્ટોબરે શરૂ થતી નવરાત્રી 14 ઓક્ટોબરે સંપન્ન થશે. 15 ઓક્ટોબરે વિજયાદશમી (Vijayadashami)એટલે કે દશેરાનો તહેવાર મનાવવામાં આવશે.
 
નવરાત્રિ કળશ સ્થાપના મુહૂર્ત
નવરાત્રિની પૂજા કળશની સ્થાપનાથી શરૂ થાય છે. શુભ સમય મુજબ કળશની સ્થાપના કરવામાં આવે છે, જે હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ ધરાવે છે. 7 ઓક્ટોબરના રોજ સવારે 6.17 થી 7.07 સુધીનો સમય શુભ છે. આવી સ્થિતિમાં આ સમયે કળશની સ્થાપના કરવાથી નવરાત્રિ ફળદાયી બને છે.
 
નવરાત્રીમાં કળશ સ્થાપનનું ખાસ મહત્વ હોય છે. શારદિય નવરાત્રિમાં કળશ સ્થાપનાનો શુભ સમય સવારે 06.17 મિનિટથી સવારે 07.07 મિનિટ સુધી જ છે. કળશ સ્થાપવા નવરાત્રીના પહેલા દિવસે એટલે કે 07 ઓક્ટોબરે કરવામાં આવશે.
 
કળશ સ્થાપન માટે જરૂરી સામગ્રી
કળશ સ્થાપના માટે ઘણી સામગ્રીની જરૂર પડે છે. જેમાં 7 પ્રકારના અનાજ, એક માટીનું વાસણ, પવિત્ર સ્થાન પરથી લાવવામાં આવેલી માટી, કળશ, ગંગાજળ, આસોપાલવના પાન, સોપારી, નારિયેળ, અક્ષત, લાલ કાપડ અને ફૂલની જરૂર પડે છે.
 
શારદીય
નવરાત્રી હિંદૂ ધર્મમાં ખાસ મહત્વ ધરાવે
છે. આ પર્વ શરૂ થતા તેને લાગતી તૈયારીઓ જોવા મળે છે.
 
આ વખતના નવરાત્રીની વાત કરીએ તો અમે તમને પહેલા જ જણાવી દઈએ કે આ વખતે નવરાત્રી 6 એપ્રિલ શરૂ થઈ રહેશે.
ઘટ સ્થાપના અને પૂજન માટે મહત્વની સામગ્રીવસ્તુઓ..
 
માટીનું પાત્ર અને જવ ના 11 કે 21 દાણા
શુદ્ધ ચોખ્ખી કરેલી માટી જેમા પત્થર ન હોય
શુદ્ધ જળથી ભરેલી માટી, સોનુ, ચાંદી, તાંબુ કે પીત્તળનું કળશ
અશોક કે કેરીના 5 પાન
કળશને ઢાંકવા માટે માટીનું ઢાંકણ
આખા ચોખા, લાલ દોરો
એક પાણીવાળુ નારિયળ
પૂજામાં કામ આવનારી સોપારી
કળશમાં મુકવા માટે સિક્કા
લાલ કપડુ કે ચુંદડી
ખોયા મીઠાઈ
લાલ ગુલાબના ફૂલોની માળા
કેવી રીતે કરશો ઘટ સ્થાપના
સવારે સ્નાન કરો. લાલ વસ્ત્રો ધારણ કરો. ઘરના સ્વચ્છ સ્થાન પર માટીથી વેદી બનાવો. વેદીમાં જવ અને ઘઉ બંને બીજ આપો. એક માટી કે કોઈ ધાતુના કળશ પર રોલીથી સ્વસ્તિકનુ ચિન્હ બનાવો. કલશ પર લાલ દોરો લપેટો. જમીન પર અષ્ટદળ કમળ બનાવો. તેના પર કળશ સ્થાપિત કરો.
 
કળશમાં ગંગાજળ, ચંદન, દૂર્વા, પંચામૃત, સોપારી, આખી હળદર, કુશા, રોલી, તલ, ચાંદી નાખો. કળશના મોઢા પર 5 કે 7 કેરીના પાન કે
આસોપાલવના પાન મુકો. તેના પર ચોખા કે જવથી ભરેલુ કોઈ પાત્ર મુકી દો.
 
એક પાણી ભરેલા નારિયળ પર લાલ ચુંદડી કે વસ્ત્ર બાંધીને લાકડીના પાટલા કે માટીની વેદી પર સ્થાપિત કરી દો.
 
નારિયળને ઠીક દિશામાં મુકવો ખૂબ જરૂરી છે. તેનુ મોઢું સદા તમારી તરફ અર્થાત સાધક તરફ હોવુ જોઈએ. નારિયળનુ મુખ તેને કહે છે જે તરફ તે ડાળખી સાથે જોડાયેલુ હોય છે. પૂજા કરતી વખતે તમે તમારુ મોઢુ સૂર્યોદય તરફ મુકો. ત્યારબાદ ગણેશજીનુ પૂજન કરો.
 
વેદી પર લાલ કે પીળુ કપડુ પાથરીને દેવીની પ્રતિમા કે ચિત્ર મુકો. આસન પર બેસીને ત્રણ વાર આચમન કરો. હાથમાં ચોખા અને પુષ્પ લઈને માતાનુ ધ્યાન કરો અને મૂર્ત કે ચિત્ર પર સમર્પિત કરો.
આ ઉપરાંત દૂધ, ખાંડ, પંચામૃત, વસ્ત્ર, માળા, નવૈદ્ય પાનનુ પાતુ આદિ ચઢાવો. દેવીની આરતી કરીને પ્રસાદ વહેંચો અને ફળાહાર કરો.
.
અથવા આ રીતે પણ કળશ સ્થાપના કરી શકો છો
 
નવરાત્રના પ્રથમ દિવસે કળશ સ્થાપના કરી વ્રતનો સંકલ્પ લેવો જોઈએ. કળશના મુખમાં વિષ્ણુજીનો નિવાસ , કંઠમાં રૂદ્ર અને મૂળમાં બ્રહ્મા સ્થિત છે અને કળશના મધ્યમાં દેવીય માતૃશક્તિઓ નિવાસ કરે છે. કળશના ચારે બાજુ ભીની માટી લગાવીને એમાં જવ વાવવા જોઈએ. જવ ચારે તરફ પાથરી દો જેથી કળશના નીચે ન દબાય એની ઉપર ફરી માટીની એક પરત પાથરો. હવે કળશના કંઠ પર લાલ દોરો બાંધી દો. પછી કળશમાં શુદ્ધ જળ, અથવા ગંગાજળ કંઠ સુધી ભરી દો. કળશમાં આખી સોપારી, દૂર્વા, ફૂલ નાખો.
 
હવે કળશમાં થોડુ અત્તર નાખો. કળશમાં પંચરત્ન નાખો. કળશમાં થોડા સિક્કા નાખી દો. કળશમાં અશોકના
કે કેરીના પાન મુકી દો. હવે કળશનું
મુખ માટી/ સ્ટીલની વાટકીથી ઢાંકી દો અને આ વાટકીમાં ચોખા ભરી દો. અથવા પાન મુક્યા પછી તેના પર નારિયળ ગોઠવી દો.