શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. નવરાત્રી ઉત્સવ
  3. નવરાત્રી આલેખ
Written By
Last Modified: બુધવાર, 6 ઑક્ટોબર 2021 (19:57 IST)

Navratri 2021: જાણો તમારી રાશિ માટે કેવુ રહેશે મા દુર્ગાની ઉપાસનાનુ પર્વ નવરાત્રી

શારદીય નવરાત્રિ 2021નો પાવન તહેવાર લગભગ નિકટ આવી ગયો છે, આ 7 ઓક્ટોબરથી શરૂ થઈને 15 ઓક્ટોબર સુધી ચાલશે. આ નવ દિવસનો ઉત્સવ છે અને આ સમય દરમિયાન માતા દુર્ગાના નવ અવતારોને પૂજવામાં આવે છે. 
 
ભક્તો આ દરમિયાન માતાના આશીર્વાદ મેળવવા માટે ઉપવાસ કરે છે, અનેક મંત્રોનો પાઠ કરવામાં જાય છે અને દરરોજ માં દુર્ગાના જુદા જુદા રૂપો માટે પ્રસાદ ચઢાવાય છે. 
 
આ શુક્લ પક્ષની અવધિ છે, તેથી ચંદ્રમાં દરરોજ તેજ થઈ રહ્યો છે અને વધુ ઉર્જા ફેલાવી રહ્યો છે. જ્યોતિષમાં ચંદ્રમા મન અને ભાવનાઓનુ પ્રતિનિધિત્વ કરે છે. ઉજ્જવળ ચંદ્રમાં અને તહેવારને કારણે આનંદમય વાતાવરણ સાથે, ભક્ત પ્રસન્નતા અનુભવે છે.  તો આવો અમે તમને બતાવે છે કે નવરાત્રિ 2021નુ તમારી રાશિ પર શુ પ્રભાવ પડશે ? 
 
મેષ - આવકના નવા સ્ત્રોત જોવા મળી રહ્યા છે. તમારું મન મૂંઝવણની સ્થિતિમાં હોઈ શકે છે. શાંત રહેવાનો પ્રયત્ન કરો અને ગુસ્સે થવાનું ટાળો.
 
વૃષભ - બહારથી સહયોગ મળશે. અનપેક્ષિત તકો આવી શકે છે. નોકરો સાથે ગેરવર્તણૂંક ન કરો.
 
મિથુન - તમારા પ્રયત્નો ફળદાયી રહેશે. નોકરી સંબંધિત કેટલીક સમસ્યાઓ હલ થશે. બિનજરૂરી ખર્ચ પર નિયંત્રણ રાખો.
 
કર્ક રાશિ - નોકરીમાં પ્રશંસા મળી શકે છે અને પ્રમોશનની તકો પણ બની રહી છે. નવા સ્ત્રોતથી આવક થઈ શકે છે. વિલાસિતા પર પૈસા બરબાદ ન કરશો 
 
સિંહ - વ્યવસાય સંબંધિત કેટલીક બાબતો ઉકેલાઈ શકે છે. ઘન લાભ થઈ શકે છે. તમારા ઉચ્ચ અધિકારીઓ સાથે સારા સંબંધો જાળવવાનો પ્રયાસ કરો
 
કન્યા - સફળતા મેળવવા માટે તમે સહકાર મેળવી શકો છો. નોકરીની એકથી વધુ તક મળી શકે છે. નોકરી બદલતા પહેલા વિચારો.
 
તુલા - તમારે વધુ મહેનત કરવી પડશે. નોકરીની સમસ્યાનો હલ થઈ શકે છે. મન અસ્થિર રહી શકે છે. કોઈપણ સરકારી નિયમ પર વિવાદ કે તોડફોડ ન કરશો. 
 
વૃશ્ચિક - આર્થિક સ્થિતિ અનુકૂળ રહી શકે છે. વેપારની નવી તકો જોવા મળી રહી છે. સ્ત્રીઓનો આદર કરો.
 
ધનુ - તમે તમારી પસંદગીની નોકરીની તકો મેળવી શકો છો. બેરોજગારીનો સમય સમાપ્ત થઈ શકે છે. કેટલીક સંપત્તિમાં લાભના યોગ દેખાય રહ્યા છે. ઉગ્ર વિવાદ કરવાનુ ટાળો 
 
મકર - પ્રમોશનની તકો ઉભી થઈ શકે છે, પરંતુ કેરિયરમાં કેટલીક અડચણો આવી શકે છે. નોકરીમાં તમને થોડો લાભ મળી શકે છે. વડીલોનુ સન્માન કરો. 
 
કુંભ - વ્યવસાયિક લાભના સ્ત્રોતો વધી શકે છે. નોકરીમાં કેટલીક અડચણો આવી શકે છે. કેટલીક સમસ્યાઓ ઉકેલી શકાય છે.
 
મીન - તમને મિત્રોનો સહયોગ મળી શકે છે. નોકરીમાં તમને સ્થિરતા મળી શકે છે. કોઈ સંપત્તિના લાભના યોગ બનતા દેખાય રહ્યા છે ઉર્જાવાન અનુભવી શકો છો. પરંતુ  શાંત રહેવાનો પ્રયાસ કરો અને બિનજરૂરી દલીલો ટાળો.