શનિવાર, 27 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. નવરાત્રી ઉત્સવ
  3. નવરાત્રી આલેખ
Written By
Last Updated : મંગળવાર, 5 ઑક્ટોબર 2021 (20:04 IST)

Navratri 2021: સૌભાગ્ય અને સમૃદ્ધિ માટે આ તહેવાર પર ઘરે લાવો આ 6 વસ્તુઓ

નવરાત્રી દરવાજો ખખડાવી રહી છે.. જી હા મિત્રો આ વર્ષે ગરબા, દાંડિયા અને ભક્તિનો તહેવાર નવરાત્રી 7 ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યો છે. નવરાત્રી નવ દિવસનો તહેવાર છે જે દેવી દુર્ગાના નવ અવતારોને સમર્પિત છે, જેમાંથી દરેકની દરેક દિવસે  પૂજા કરવામાં આવે છે. 
 
નવરાત્રી ઘણી માન્યતાઓ અને પરંપરાઓ સાથેનો ખૂબ જ પવિત્ર તહેવાર છે. કેટલાક લોકો નવરાત્રીમાં કંઈક નવું શરૂ કરવુ શુભ માને છે અને કેટલાક કંઈક નવું ખરીદે છે. આ ખાસ દિવસોને પવિત્ર માનવામાં આવે છે, તેથી એવી કેટલીક વસ્તુઓ છે જેને તમારા ઘરમાં સૌભાગ્ય અને સમૃદ્ધિ લાવવા માટે ઘરે લાવવી જોઈએ. આવુ કરવાથી મહાલક્ષ્મીની તમારા પર કૃપા રહેશે અને તમે તમારી આસપાસ પોઝીટીવીટી પણ અનુભવશો. 
 
આવો જાણીએ કંઈ છે આ વસ્તુઓ ... 
1. તુલસી 
 
આ એક સ્પિરિચુઅલ હિલિંગ પ્લાંટ માનવામાં આવે છે. તે માતા લક્ષ્મીના અવતાર તરીકે પૂજાય છે. આ છોડ સામાન્ય રીતે મોટાભાગના હિન્દુ પરિવારોના આંગણામાં રોપવામાં આવે છે. જો એ ન હોય તો તેને નવરાત્રિ દરમિયાન તમારા ઘરમાં રોપો, મોટેભાગે ઘરની પૂર્વ અથવા ઉત્તર-પૂર્વ દિશામાં આ છોડ મુકવો જોઈએ.. તેની સામે દરરોજ ઘીનો દીવો પ્રગટાવો અને તેની પૂજા કરો. માતા લક્ષ્મી તમને ધન અને સમૃદ્ધિથી આશીર્વાદ આપશે. 
 
2. કેળાનો છોડ 
 
વાસ્તુ અને કેટલાક પવિત્ર ગ્રંથો મુજબ કેળાનો છોડ ખૂબ જ શુભ છે અને એવું માનવામાં આવે છે કે આ વૃક્ષમાં દેવતાઓનો વાસ છે. આ છોડ લાવો અને તમારા ઘરના ઉત્તર-પૂર્વ દિશામાં વાવો. દર ગુરુવારે પાણીમાં થોડું દૂધ મિક્સ કરો અને મંત્ર જાપ સાથે આ છોડ પર ચઢાવો. આ નાણાકીય સમસ્યા દૂર કરશે. 
 
3. વડનુ ઝાડ 
 
વટવૃક્ષ ભગવાન શ્રીકૃષ્ણનું વિશ્રામ સ્થાન કહેવાય છે. પવિત્ર શાસ્ત્રો કહે છે કે વૈદિક ભજન તેના પાંદડા છે. નવરાત્રીના કોઈપણ એક દિવસે એક વડનું પાન લાવો, તેને ગંગાજળથી સાફ કરો અને તેના પર ઘી અને હળદરથી સ્વસ્તિક બનાવો. પૂજા સ્થળ પર રોજ તેની પૂજા કરો. બધી સમસ્યાઓ ટૂંક સમયમાં સમાપ્ત થઈ જશે
 
4. હર શ્રૃંગાર (રાત્રે ખીલનારી ચમેલી)
 
તે એક સુગંધિત ફૂલ છે જે સાંજે ખુલે છે અને પરોઢિયે સમાપ્ત થાય છે. તે સમુદ્ર મંથનના પરિણામ સ્વરૂપ પ્રગટ થયુ.  તેના પાંદડાઓનો ઉપયોગ આયુર્વેદિક અને હોમિયોપેથીક ઉપચારમાં થાય છે. આ છોડને નવરાત્રિ દરમિયાન ઘરમાં લાવવાથી સમૃદ્ધિ આવશે. આ છોડનો એક ભાગ લાલ કપડામાં લપેટીને તમારા ધન સાથે રાખો, સંપત્તિમાં વધારો થશે. 
 
5. શંખપુષ્પી  
 
તે એક જાદુઈ જડીબુટી છે, જેનો ઉપયોગ જડથી લઈને યુક્તિઓ સુધી થાય છે. શંખ અથવા શંખ આકારના ફૂલો તેનું નામ આપે છે. તે સંસ્કૃતમાં મંગલ્યાકુશુમ તરીકે ઓળખાય છે - સૌભાગ્ય અને સ્વાસ્થ્ય લાવનારુ, નવરાત્રિમાં તેની જડ લઈને આવો.  તેને ચાંદીના ડબ્બામાં તમારા તિજોરીમાં તમારા ધનની પાસે મુકો. તેનાથી ઘરમાં પૈસા સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થશે. 
 
6. ઘતૂરો  
 
શૈતાનના ટ્રમ્પેટના રૂપમાં ઘતૂરાને ઓળખવામાં આવે છે, તેની બધી પ્રજાતિઓ ઝેરીલી હોય છે. આ ભગવાન શિવના અનુષ્ઠાનો અને પ્રાર્થનાઓમાં સામેલ છે. નવરાત્રિમાં શુભ મુહુર્તમાં ધતુરાની જડ ઘરમાં લાવો. તેને લાલ કપડામાં લપેટીને મંત્ર જાપ સાથે તેની પૂજા કરો. બધી સમસ્યાઓ દૂર થશે.