રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ઓમિક્રોન વાયરસ
Written By
Last Modified: શુક્રવાર, 7 જાન્યુઆરી 2022 (15:38 IST)

ત્રીજી લહેરની વચ્ચે રાહતના સમાચાર- કોરોના રસીનો આંકડો પહોંચ્યો 150 કરોડને પાર

કોરોના વાયરસની ત્રીજી લહેરની દસ્તાનની વચ્ચે દેશએ 150 કરોડ રસીકરણનો લક્ષ્ય મેળવી લીધુ છે. હેલ્થ મિનિસ્ટર મનસુખ માંડવિયાએ આ જાણકારી ટ્વિટર પર શેયર કરતા લખી. એતિહાસિક કોશિશ એતિહાઅસિક ઉપલબ્ધિ. પીએમ નરેન્દ્ર મોદીના આ યશસ્વી નેતૃત્વ અને સ્વાસ્થય કર્મીઇની અવિરલ મેહનતથી દેશએ આજે 150 કરોડ કોરોના વેક્સીન લગાવવાનો એતિહાસિક આંકડો પાર કરી લીધુ છે. જ્યારે બધા મળીને કોશિશ કરે છે તો કોઈ પણ લક્ષ્ય મેળવી શકાય છે. અત્યાર સુધી દેશમાં કુળ 9 ટકા વ્યસ્કોને કોરોના રસીની ઓછામાં ઓછા પ્રથમ ડોઝ આપી દીધી છે. અત્યાર સુધી દેશમાં 1,50,17,23,911 રસી લાગી ગઈ છે. તેમાંથી 87 કરોડથી વધારે રસી પ્રથમ ડોઝના છે અને બીજી ડોઝના હેઠણ 62,44,08,936 રસી લાગી ગઈ છે. 
 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ અવસર પર દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે આજે દેશે વધુ એક મહત્વપૂર્ણ પડાવ પાર કર્યો છે. દેશમાં વર્ષની શરૂઆત 15-18 વર્ષની વયના બાળકોને રસીકરણ સાથે કરવામાં આવી હતી. આજે, વર્ષના પ્રથમ મહિનાના પ્રથમ સપ્તાહમાં, ભારતે 150 કરોડ વેક્સિન ડોઝનો ઐતિહાસિક મુકાન પણ હાંસલ કર્યો છે. 150 કરોડ વેક્સિનના ડોઝ, તે પણ એક વર્ષથી ઓછા સમયમાં, આ આંકડાઓ અનુસાર મોટી સંખ્યા છે.