મંગળવાર, 11 માર્ચ 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 19 માર્ચ 2021 (10:53 IST)

ચેન્નઇ અને દિલ્હીની ધીમી પીચો પર રમવાથી મુંબઇને કોઇ નુકસાન નહી: પાર્થિવ પટેલ

સ્ટાર સ્પોર્ટસના શો ક્રિકેટ કનેક્ટેડમાં ખાસ વાતચિત કરતાં ભારતીય ટીમના ભૂતપૂર્વ વિકેટ કીપર પાર્થિવ પટેલે મુંબઈ ઈન્ડીયન્સે તેમની પહેલી ૯ ગેમ, ચેન્નાઈ અને દિલ્હીની ટ્રેક ઉપર સ્લો અને લો રમત અંગે વાત કરતાં જણાવ્યુ હતું કે “મને લાગતુ નથી કે આવી રમત મુંબઈ ઈન્ડીયન્સ માટે નુકશાનકારક નિવડશે. 
 
કારણ કે મેં મુંબઈ ઈન્ડીયન્સની ટીમને ગયા વર્ષે રમતાં જોઈ છે. એમાં નોંધ લેવા જેવી એક બાબત એ હતી કે  તેમની પાસે કોઈ અનુભવી સ્પીનર ન હતો. તેમની પાસે કૃણાલ પંડયા અને રાહૂલ ચહર હતા, પરંતુ તેમેને કોઈ અનુભવી વ્યક્તિની જરૂર હતી. અને એમણે કૈક એવો જ નિર્ણય આ વખતના ઓકશનમાં કર્યો છે. તે ખૂબ જ અનુભવી પિયુષ ચાવલાને લઈ આવ્યા છે. 
 
તે જાણે છે કે ચેન્નાઈની ધીમી અને લૉ  વિકેટસ  ઉપર કેવી બૉલિંગ કરવી જોઈએ. આ રીતે મુંબઈ ઈન્ડીયન્સે તમામ પાયાની બાબતો આવરી લીધી છે. હવે એ બાબત ઉપર આધાર રહેશે કે તેમણે ક્યાં રમવાનુ છે, કે જેથી તેમને કોઈ ગેરલાભ થાય નહી ચેમ્પિયન્સ કૈંક આવુ જ કરતા હોય છે. ટુર્નામેન્ટમાં વિજય હાંસલ કર્યા પછી પણ તે પોતાની ઉણપો ઢાંકવાનો પ્રયાસ કરી રહ્યા છે અને મુંબઈ ઈન્ડિયન્સએ એવુ જ કર્યુ છે.  ”