સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 2 જૂન 2017 (13:23 IST)

#ICC CT 17- ઇંગ્લેન્ડે 8 વિકેટથી વિજયી શરૂઆત

ICC CT 17- ICC champions Trophy 2017 ઓપનિંગ મેચમાં બાંગ્લાદેશના 306 રનના પડકારનો પીછો કરતા ઇંગ્લેન્ડે 8 ઓવરમાં 1 વિકેટે 38 રન બનાવી લીધા છે. ચેમ્પિયન્સ ટ્રોફીની પ્રથમ મેચમાં યજમાન ઇંગ્લેન્ડે બાંગ્લાદેશને આઠ વિકેટે પરાજય આપી વિજયી શરૂઆત કરી હતી. બાંગ્લાદેશે પ્રથમ બેટિંગ કરતાં 50 ઓવરમાં છ વિકેટ ગુમાવી 306 રન બનાવ્યા હતા જેના જવાબમાં ઇંગ્લેન્ડે 47.2 ઓવરમાં બે વિકેટ ગુમાવી મેળવી લીધો હતો. ઇંગ્લેન્ડ તરફથી જો રૂટ ૧૩૩ રન બનાવી અણમન રહ્યો હતો જ્યારે હેલ્સે ૯૫ અને ઇયોન મોર્ગને 75* રન બનાવ્યા હતા.
 
આઈસીસી ચેંમ્પિયન ટ્રોફિના ઓપનિંગ મેચમાં ઈંગ્લેડે ટોસ જીતીને બાંગ્લાદેશની સામે પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો  હતો. ઈંગ્લેંડે છેલ્લી 10 વન ડે મેચમાંથી 8 મેચમાં જીત મેળવી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા આ વર્ષના ચેંમ્પિયન માટે દાવેદાર છે. ત્રીજા નંબરના દાવેદાર તરીકે ઈંગ્લેડને પણ ગણવામાં આવે છે કારણ કે હાલમાં જ સાઉથ આફ્રિકાને વન ડે સીરીઝમાં 2-1થી હરાવ્યું છે.