શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: બુધવાર, 18 જાન્યુઆરી 2023 (16:28 IST)

IND VS NZ, 1st ODI Live Cricket Score: ગિલની શાનદાર સદી, ટીમ ઇન્ડિયા મોટા સ્કોર તરફ

IND vs NZ, 1st ODI Live Cricket Score: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝની પ્રથમ મેચ આજે હૈદરાબાદમાં રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયા આ મેચમાં જીત સાથે શ્રેણીની શરૂઆત કરવા ઈચ્છશે. ન્યૂઝીલેન્ડની ટીમ હાલમાં જ પાકિસ્તાનની ટીમને 2-1થી હરાવીને અહીં પહોંચી છે. આ મેચમાં ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

ભારતની અડધી ટીમ પેવેલિયન ભેગી 
હાર્દિક પંડ્યાની વિકેટની સાથે ટીમ ઈન્ડિયાને પણ આ મેચમાં પાંચમો ઝટકો લાગ્યો છે. ભારતીય ટીમનો સ્કોર 250ને પાર કરી ગયો છે. ગિલ 134 રન બનાવીને બેટિંગ કરી રહ્યો છે.
 
- ટીમ ઈન્ડિયાએ 200નો આંકડો પાર કર્યો
ભારતીય ટીમે 200 રનનો આંકડો પાર કરી લીધો છે. ટીમ ઈન્ડિયાનો સ્કોર 34 ઓવર બાદ 4 વિકેટે 210 રન છે. હાર્દિક પંડ્યા 12 અને શુભમન ગિલ 111 રન બનાવીને રમી રહ્યા છે.