રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: સોમવાર, 30 મે 2016 (10:55 IST)

IPL 9 - આઈપીએલ ફાઈનલમાં સનરાઈઝર્સ હૈદરાબાદ #OrangeArmy બન્યુ ચેમ્પિયન

ઈન્ડિયન પ્રિમીયર લીગની 2016ની ફાઈનલમાં સનરાઈઝર્સ હૈદ્રાબાદ ચેમ્પિયન બન્યુ છે. સિઝનનો પ્રારંભ થયો ત્યારથી શાનદાર રમત દાખવી રહેલી અને છેક સુધી ફેવરીટ રહેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ રવિવારની ફાઈનલમાં 35  ઓવર સુધી ફેવરીટ હતી અને કપ તેના નામે લખાઈ ગયો હતો પરંતુ અચાનક બાજી પલટાઈ ગઈ અને સનરાઈઝર્સ હૈદ્રાબાદ ટીમ ચેમ્પિયન બની ગઈ. આમ આઈપીએલની આ ટી-20 ક્રિકેટ ટુર્નામેન્ટને આ વખતે નવી ચેમ્પિયન ટીમ મળી છે. આ સાથે બેંગ્લોર ત્રીજી વખત ફાઈનલમાં પહોંચવા છતાં ચેમ્પિયન બની શકયુ ન હતું.
  ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાયેલી ફાઈનલમાં કેપ્ટન ડેવિડ વોર્નરે ફરી એક વાર હૈદ્રાબાદની વહારે આવીને અફલાતુન 69  રન ફટકાર્યા હતા અને તેની ટીમે સાત વિકેટે 208 રન નોંધાવ્યા હતા. જવાબમાં બેંગ્લોર 20 ઓવરમાં સાત વિકેટે 200 રન નોંધાવી શકયુ હતું. આમ તેનો સાત રને પરાજય થયો હતો. ક્રિસ ગેઈલ અને વિરાટ કોહલીએ જે રીતે સત્તાવાહક બેટીંગ કરી હતી તે જોતા કોઈ કહી શકે નહીં કે આ જોડી વિખૂટી પડ્યાની દસ ઓવર બાદ તેમની ટીમ રનર્સ અપ હશે. બંનેએ 10.3 ઓવરમાં 114  રન ઉમેર્યા હતા. જેમાં ગેઈલે તેની આદત મુજબ આઠ સિકસરનો વરસાદ વરસાવ્યો હતો. જો કે બેન કટીંગે ગેઈલ અને એ પછી રાહુલને આઉટ કરીને બાજી પલટી નાખી હતી. એક સમયે તેણે જ બેટીંગમાં 15 બોલમાં 39 રન ફટકારીને હૈદ્રાબાદનો સ્કોર 208 સુધી પહોંચાડવામાં મદદ કરી હતી.
   
વિરાટ કોહલી 27  રનથી રેકોર્ડ બનાવતો રહી ગયો 
 
   અનેક રેકોર્ડ પોતાના નામે કરી ચુકેલો બેંગ્લોરનો સુકાની વિરાટ કોહલી રવિવારે હૈદ્રાબાદ વિરૃદ્ધ રમાયેલી ફાઈનલમાં એક સિદ્ધિ નોંધાવવાથી ચૂકી ગયો હતો. કોહલી આઈપીએલની એક સીઝનમાં 1000 રન નોંધાવનાર પ્રથમ બેટ્સમેન બનવાની સિદ્ધિ નોંધાવવાથી ચૂકી ગયો હતો. કોહલીએ 16  મેચમાં ચાર સદી અને સાત અડધી સદીની મદદથી 973 રન નોંધાવ્યા હતા