રવિવાર, 26 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 5 જાન્યુઆરી 2017 (11:20 IST)

પ્રશ્ન ઉભો થતા જ ધોનીએ છોડી કપ્તાની, કેપ્ટન કુલના કપ્તાની છોડવાના 5 કારણો

બુધવારે નાગપુરમાં ઝારખંડ અને ગુજરાત વચ્ચે રણજી સેમીફાઈનલ મુકાબલો મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાની છોડવામાં મુખ્ય રહ્યો. અહી હાજર મુખ્ય પસંદગીકર્તા એમએસકે પ્રસાદે ધોનીને તેમની કપ્તાની છોડવા વિશેના વિચાર જાણવા માગ્યા તો થોડી વાર વિચાર કર્યા પછી તેને છોડવાનુ એલાન જ કરી નાખ્યુ.  માહી આ સીઝનમાં ઝારખંડ ટીમના મેંટોરની ભૂમિકા ભજવી રહ્યા હતા. મેચ જોવા માટે મુખ્ય પસંદગીકર્તા પ્રસાદ પણ હાજર હતા.  
 
મેચ પૂરી થયા પછી પ્રસાદે ઈગ્લેંડ વિરુદ્ધ 15 જાન્યુઆરીથી શરૂ થનારી વનડે શ્રેણીની પ્રક્રિયામાં ધોની સાથે વાત કરી. ટીમની પસંદગી 6 જાન્યુઆરીના રોજ મુંબઈમાં થવાની છે. વાતો વાતોમાં પસંદગીકારોએ ધોનીને તેમની કપ્તાનીના ભવિષ્યનો પણ ઉલ્લેખ કર્યો. પસંદગીકારો અને કપ્તાન વચ્ચે આ પ્રકારની વાત સામાન્ય છે.  પણ ધોની કદાચ પસંદગીકારોનો ઈશારો સમજી ગયા અને તેમણે સ્થિતિ સ્પષ્ટ કરવામાં વધુ મોડુ ન કર્યુ. રાત થતા થતા ધોનીએ વનડે અને ટી20ની કપ્તાની છોડવાનુ એલાન કરી દીધુ. 
 
પસંદગીકાર આશ્ચર્યમાં - અચાનક લેવાયેલ ધોનીના નિર્ણયથી પસંદગીકારો પણ અચંભિત થઈ ગયા. સૂત્રો મુજબ પસંદગીકારોએ કહ્યુ કે ધોની સાથે કપ્તાનીની લઈને વાત જરૂર કરી હતી પણ તેમના પર આને છોડવાનું કોઈ દબાણ નાખવામાં આવ્યુ નહોતુ તેમણે એ નહોતી ખબર હતી કે  ધોની એકાએક કપ્તાની છોડવાનો નિર્ણય લેશે. 
 
બીસીસીઆઈએ કરી જાહેરાત - બીસીસીઆઈએ આના પર ટ્વીટ કર્યુ. પછી નિવેદનમાં કહ્યુ કે ધોનીએ બોર્ડને જણાવ્યુ હતુ કે તે વનડે અને ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી ભારતીય કપ્તાન પદ છોડવાના ઈચ્છુક છે.  જો કે તેમને પસંદગી સમિતિને સૂચિત કર્યા છે કે તે ઈગ્લેંડના વિરુદ્ધ વનડે અને ટી-20 મેચો માટે ઉપલબ્ધ રહેશે. ટેસ્ટ કપ્તાની પણ અચાનક છોડીના ઓસ્ટ્રેલિયા દોરા પર ચાર ટેસ્ટ મેચોની શ્રેણીમાં ભારતીય ટીમ બે ટેસ્ટ હારીને 0-2થી પાછળ ચાલી રહી હતી. ત્રીજી ટેસ્ટ મેલબર્નમાં રમાવાની હતી. ત્યારે ધોનીએ શ્રેણીની વચ્ધે જ ટેસ્ટ કપ્તાની છોડીન ચોંકાવી દીધુ. 
 
આગળ જુઓ ધોનીની કપ્તાની છોડવાના મુખ્ય 5 કારણો 
 
 

1. ફ્લોપ બેટિંગ - 27.80ની સરેરાશથી ધોનીએ છેલ્લી 13 વનડે મેચોમાં ફક્ત 278 રન બનાવ્યા. છેલ્લા ઘણા સમયથી તે ઝડપથી રન પણ બનાવી શક્યા નથી. 
 
2. કપ્તાનીમાં નવીનતા નહી - અનેક દિગ્ગજોનુ માનવુ હતુ કે ધોનીની કપ્તાનીમાં નવીનતા હવે નથી દેખાતી અને તેઓ ખૂબ ડિફેંસિવ થઈ ગયા છે. ભારતે 2015માં દ. આફ્રિકા વિરુદ્ધ વનડે અને ટી-20 ઘરેલુ શ્રેણી ગુમાવી. બાંગ્લાદેશમાં ટીમ 1-2થી અને ઓસ્ટ્રેલિયામાં 1-4થી હારી. 
 
3. વિરાટની દાવેદારી - ટેસ્ટમાં વિરાટ કોહલીની શાનદાર કત્પાની અને બેટિંગથી દાવો ઠોક્યો. તેનાથી ધોનીની આલોચના શરૂ થઈ અને તેમના પર દબાણ વધ્યુ. 
 
4. વિશ્વ કપની તૈયારી - ભારતનો અગાઉનો વનડે વિશ્વ કપ અને ટી -20 વિશ્વકપમાં પ્રદાર્શન સારુ નથી રહ્યુ. આ સવાલ ઉઠવા લાગ્યા કે હવે ટીમને આગામી વિશ્વ કપ માટે નવા કપ્તાનની જરૂર છે. જે ટીમમાં નવો જોશ ભરી શકે. 
 
5. ફિટનેસ પર સવાલ - ધોનીની ફિટનેસ પર પણ આંગળી ઉઠવા લાગી. ધોની 35 વર્ષના થઈ ગયા છે અને વ્ય અસર બતાવવા માંડી છે.