સોમવાર, 2 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : સોમવાર, 12 જૂન 2017 (00:29 IST)

Ind.vs SA - ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકાને 8-વિકેટથી પરાસ્ત કરી સેમી ફાઈનલમાં

ભારતીય ટીમે આજે અહીંના કેનિંગ્ટન ઓવલ મેદાનમાં ગ્રુપ-Bમાં પોતાની મહત્વની અને અંતિમ લીગ મેચમાં દક્ષિણ આફ્રિકાને 8-વિકેટથી પરાસ્ત કરી દીધું છે. દક્ષિણ આફ્રિકાએ કરેલા 191 રનના સ્કોરની સામે ભારતે 38 ઓવરમાં માત્ર બે જ વિકેટ ગુમાવીને 193 રન કરીને મેચ જીતી લીધી છે અને સ્પર્ધાની  સેમી ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. ભારત તરફથી વિરાટ કોહલી અને શિખર ધવને અડધી સદી ફટકારી હતી.  રોહિત શર્મા 12 રને આઉટ થયો હતો. શિખર ધવને 78 રન બનાવ્યા હતા. કોહલી 76 રને નોટ આઉટ રહ્યો હતો. યુવરાજે સિક્સ ફટકારી મેચમાં જીત અપાવી હતી.  15 જૂને બર્મિંઘમમાં રમાનાર સેમી ફાઈનલમાં ભારતનો મુકાબલો બાંગ્લાદેશ સામે થશે. 
 
સાઉથ આફ્રિકા પ્રથમ ઈનિંગમાં 191 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. સાઉથ આફ્રિકા તરફથી સૌથી વધુ રન ડિ કોકે (53) ફટકાર્યા હતા. સાઉથ આફ્રિકાની શરૂઆત સારી રહી હતી. અમલા 76 રને અશ્વિનનો શિકાર બન્યો હતો. ત્યારબાદ સાઉથ આફ્રિિકાનો ધબડકો થયો હતો.
 
ભારત 2013ની સ્પર્ધામાં ફાઈનલમાં ઈંગ્લેન્ડને હરાવીને ચેમ્પિયન બન્યું હતું.
 
 
ગ્રુપ-Aમાંથી સેમી ફાઈનલમાં પહોંચી ચૂકેલી ઈંગ્લેન્ડની ટીમ 14 જૂને કાર્ડિફમાં કઈ ટીમ સામે રમશે એનો નિર્ણય આવતી કાલે પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે ગ્રુપ-Bની અંતિમ લીગ મેચના પરિણામ બાદ આવશે.