મંગળવાર, 18 ફેબ્રુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: શનિવાર, 29 એપ્રિલ 2017 (14:33 IST)

રાજકોટમાં સચીન તેંડુલકરનો અનોખો ચાહક. રોજ ભગવાનની જેમ સચીનની આરતી ઉતારે છે

ભારતમાં ક્રિકેટને માત્ર રમત નહીં પણ એક ધર્મની જેમ જોવામાં આવે છે. આ ધર્મના અનુયાયીઓની ક્રિકેટ અને ક્રિકેટરો પ્રત્યેની ઘેલછાની વાતો જાણીએ તો આૃર્યનો પાર ન રહે ! ક્રિકેટનું નામ પડે એટલે એક થી દસ નંબર સુધી ચાહકોની નજરમાં સચીન તેંડુલકરનો ચહેરો તાદ્રશ્ય થાય. નિવૃત્તિ પછી પણ સચીનના ચાહકોની લાગણીમાં રતિભાર ઓટ આવી નથી.

રાજકોટમાં જ સચીનનો ડાઈ હાર્ડ ફેન જય ત્રિવેદી કહે છે કે ‘સચીન મારો ભગવાન છે. દરરોજ તેને અગરબત્તી કરું છું’.પુત્ર જય ત્રિવેદી ખાનગી બેંકમાં કર્મચારી છે. આ યુવા ફેન ક્લબ પોતાની સાથે સચીનના ૭પ૦થી વધુ ફોટાનો આલ્બમ, બેનર ઉપરાંત ગુલાબનો તાજો હાર રાખ્યો છે અને એક ગણપતિની ર્મૂિત, જે સચીનને ભેંટ કરવા માંગે છે.જય ત્રિવેદીએ ટ્વીટરમાં સચીન સાથે વાત કરી છે. જેમાં પોતે તેને ભગવાન માનતો હોવાનું પણ જણાવ્યું છે. યેન કેન પ્રકારે સચીનના મોબાઈલ નંબર મેળવી વ્હોટ્સ એપ પર પણ આવો જ મેસેજ મુક્યો હતો. પરંતુ સચીન તરફથી પ્રતિસાદ આવ્યો નથી. ૮ વર્ષ પહેલા સચીન રાજકોટ આવ્યો હતો ત્યારે પણ જય તેને મળી શક્યો ન હતો.