રાહુલ દ્રવિડ

દિપક ખંડાગલે|

રાહુલ દ્રવિડનો જન્મ 11-1-1973માં મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાં થયો હતો. તે વર્તમાન ભારતીય ટીમનો કેપ્ટન છે. તેમના પિતાનુ નામ શરદ દ્રવિડ અને માતાનુ નામ પુષ્પા દ્રવિડ છે. તેમની પત્નિનું નામ વિજેતા પેન્ધારકર છે. તેમના ભાઇનું નામ વિજય દ્રવિડ છે. રાહુલ દ્રવિડના પુત્રનુ નામ સમીત છે. તેને "ધ-વોલ" ના ઉપનામથી ઓળખાય છે. તે જમણા હાથનો ખેલાડી છે.

દ્રવિડે 107 ટેસ્ટ મેચ અને 306 વન-ડે મેચ રમ્યા છે. તેઓ ટેસ્ટ મેચમાં 57.33 ની સરેરાશથી 9174 રન બનાવ્યાં છે. અને વન-ડે શ્રેણીમાં 40.05ની સરેરાશની મદદ સાથે 9973 રન બનાવ્યાં છે.

ટેસ્ટ મેચમાં 23 સદીઓ અને 46 અર્ધસદીઓ ફટકારીઓ છે. જ્યારે વન-ડે મેચમાં 12 સદીઓ અને 76 અર્ધસદીઓ ફટકારી છે. તેમને ટેસ્ટમાં સર્વાધિક 270 રન બનાવ્યા છે અને વન-ડે શ્રેણીમાં 153 સર્વાધિક રન બનાવ્યા છે.
1996માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. વન-ડે મેચમાં દસ હજાર રન બનાવનાર ત્રીજો ભારતીય ખેલાડી છે. રાહુલને ભારત સરકાર તરફથી પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો છે. રાહુલ દ્રવિડના નામે ઘણા બધા વિશ્વ વિક્રમ છે.


આ પણ વાંચો :