ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: જામનગર. , શનિવાર, 23 માર્ચ 2024 (15:21 IST)

પડોશીને ટિફિન આપવા ગયેલી 12 વર્ષીય કિશોરીની ચાકુથી કરી હત્યા

crime scene
ગુજરાતના જામનગર શહેરમાં એક અઠવાડિયાની અંદર હત્યા નો બીજો મામલો સામે આવ્યો છે. જેમા શહેરના રાજપાર્ક સોસાયટીમાં પડોશમાં રહેનારી એક વ્યક્તિએ એક 12 વર્ષની બાળકીની બેરહેમીથી હત્યા કરી દીધી. આ મામલે પોલીસે તરત કેસ નોંધીને આરોપીનોની ધર પકડ કરીને કાર્યવાહી શરૂ કરી દીધી છે.  જો કે હત્યાનુ કારણ જાણ થયુ નથી. તેનો ખુલાસો પોલીસ તપાસ પછી થશે. 
 
મળતી માહિતી મુજબ બાળકીનો પરિવાર શહેરના રાજપાર્ક વિસ્તારમાં રહે છે. મૃતકની મા ટિફિન સર્વિસ ચલાવે છે.  ઘટનાના દિવસે પડોશમાં રહેનાર એક વ્યક્તિએ તેના ઘરેથી ટિફિન મંગાવ્યુ. જો કે માતા પિતા કામ માટે બહાર ગયા હતા. તેથી બાળકી ટિફિન લઈને આરોપીના ઘરે ગઈ.  થોડા મિનિટ પછી જ્યારે સ્થાનીક લોકોએ જણાવ્યુ કે છોકરી પર  હુમલો થયો છે તો તે બાળકીની બહેન ત્યા પહોચી જ્યા બાળકી લોહીલુહાણ સ્થિતિમાં મળી. ઉલ્લેખનીય છે કે આરોપીના ઘરેથી એક ચપ્પુ પણ મળ્યુ છે. 
 
આ ઘટનાથી આખા વિસ્તારમાં ભારે શોકનો માહોલ ફેલાઈ ગયો છે. લાલજીએ હત્યા પછી તરત જ પોતાનો મોબાઇલ ફોન સ્વિચ ઓફ કરી દીધો હતો. પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે તેનું પગેરું શોધવામાં લાગી છે.
 
જીલ્લા પોલીસ પ્રમુખ પ્રેમસુખ ડેલુ, ડીએસપી જયવીર સિંહ ઝાલા અને સીટી એ પોલીસ સ્ટેશન કે પીઆઈ નિકુંજ ચાવડા સહિત એલસીબી પોલીસ ટીમે પોલીસને ઘટનાની સૂચના આપી. પોલીસે તત્કાલ કાર્યવાહી કરતા આરોપીને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી દીધી છે. 
 
આ વિસ્તારમાં વસવાટ કરતી 12 વર્ષીય કિશોરી તેના ઘરની નજીકમાં જ રહેતા લાલજી પંડ્યા નામના 65 વર્ષના ટ્રકચાલકને ટિફિન આપવા ગઈ હતી. ત્યારે ટ્રકચાલકે કોઈ કારણસર કિશોરી પર છરી વડે હુમલો કરી દીધો અને તેની હત્યા કરી નાખી હતી.
 
પોતાના મકાનના કામ માટે સરકારી ઓફિસે ગયેલાં માતા-પિતાને બનાવની જાણ થતાં પરત દોડી આવ્યાં હતાં. કિશોરીને સારવાર માટે જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત્યુ પામેલી જાહેર કરી હતી.