મોબાઈલ મુદ્દે દીકરાએ પિતાની કરી હત્યા- મોબાઈલ ગેમ રમવા બાબતે ઠપકો આપતા 17 વર્ષના પુત્રએ પિતાની ગળુ દબાવી હત્યા કરી
આજકાલ બાળકો મોબાઈલમાં ગેમ રમવાની લત આટલી વધી ગઈ છે કે તેને ના પાડો તો તે ગુસ્સે થઈ આક્રમક થઈ જાય છે અને પરિવારના લોકો પર ખીજવવા લાગે છે આવી જે એક ઘટના સામે આવી છે સુરત શહેરના ઇચ્છાપોરના કવાસ ગામમાં મોબાઇલ ફોનમાં ગેમ રમવા બાબતે ઠપકો આપનાર પિતાની સગીર પુત્રએ હત્યા કરી નાખી હોવાની ચકચારી ઘટના પ્રકાશમાં આવી હતી. શરૂઆતમાં સગીરે હત્યાને અકસ્માતની ઘટનામાં ખપાવી દેવાના પ્રયાસ બાદ પોલીસ તપાસ દરમિયાન હત્યા થઇ હોવાનો ઘટસ્ફોટ થયો છે.પોલીસને મામલો શંકાસ્પદ લાગ્યોસુરત શહેર પોલીસના એસીપી એ.કે. વર્માએ જણાવ્યું હતું કે, કવાસ ગામમાં રહેતાં 40 વર્ષીય અર્જુન અરુણ સરકારને મંગળવારે રાત્રે નવી સિવિલ હોસ્પિટલમાં મૃત અવસ્થામાં લાવવામાં આવ્યો હતો.
આ યુવાન 6 દિવસ પહેલા બાથરૂમમાં પડી જતાં ઇજા થયાની હીસ્ટ્રી તેના 17 વર્ષીય સગીર પુત્ર અને પરિવારે જણાવી હતી. આ યુવાનની હત્યા તેના જ 17 વર્ષના સગીર પુત્રએ કરી હોવાનું પોલીસની તપાસમાં ખુલ્યું હતું.
પિતાએ ફોન લઇ લેતા પુત્રએ હત્યા કરીમોબાઇલ ફોનમાં ગેમ રમવાની લતે ચઢી ગયેલા સગીર પુત્ર પાસેથી પિતાએ મોબાઇલ ફોન લઇ લીધો હતો. જેને લઇને ઝઘડો થતાં આ સગીરે પિતા ઉપર હુમલો કરી તેની હત્યા કરી નાખી હતી.