1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 2 સપ્ટેમ્બર 2021 (22:29 IST)

England vs India, 4th Test LIVE: ઈગ્લેંડની પણ ખરાબ શરૂઆત, બુમરાહે બંને ઓપનરોને પેવેલિયન ભેગા કર્યા

ભારત અને ઈગ્લેંડ વચ્ચે પાંચ મેચની શ્રેણીની ચોથી ટેસ્ટ મેચ લંડનના ઓવલ મેદાન પર રમાઇ રહી છે. ટી બ્રેકના પછી શાર્દુલ ઠાકુરે શાનદાર બેટિંગ સાથે પોતાની અડધી સદી પૂરી કરી હતી. શાર્દુલે માત્ર 32 બોલમાં છ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી પોતાની અડધી સદી પૂરી કરી હતી. જોકે, તેની વિસ્ફોટક ઇનિંગ બાદ ટીમ ઇન્ડિયા 191 રનમાં સમેટાઇ ગઇ હતી.
 
- ભારતની તરફથી રોહિત શર્મા અને કે એલ રાહુલ પારીની શરૂઆત કરી રહ્યા છે. જેમસ એંડરસન ઈંગ્લેંડની તરફથી પ્રથમ ઓવર ફેંકી રહ્યા છે. 
 
આ ટેસ્ટ માટે બન્ને ટીમને તેમના પ્લેઈંગ XI માં ફેરફાર કર્યા છે. ઈંગ્લેંડ અને ભારત બન્ને પ્લેઈંગન XI માં -બે -બે ફેરફાર કર્યા છે. ભારતની તરફથી ઈશાંત શર્મા અને મોહમ્મદ શમીની જગ્યા ઉમેશ યાદવ અને શાર્દુલ ઠાકુરને પ્લેઈંગ XI માં શામેલ કર્યુ છે. તેમજ ઈંગ્લેંડએ ઓલી પોપ અને ક્રિસ વોક્સની પ્લેઈંગ XI માં વાપસી થઈ છે. જોસ બટલર અને સેમ કરન પ્લેઈંગ XI નો ભાગ નથી. 
 
પિચની વાત કરીએ તો મેદાન પર ઘાસ ઘણી છે અને તીવ્ર બૉલરને પિચથી ખૂબ મદદ મળી શકે છે. સીરીઝની વાત કરીએ તો બન્ને ટીમની વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ ડ્રો પર પૂરો થયુ હતું. ત્યારબાદ ટીમ ઈંડિયાએ લાર્ડસના એતિહાસિક મેદા પર 156 રનથી જીત દાખલ કરી સીરીઝમાં 1-0થી આગેવાની લીધી હતી. શ્રેણીની ત્રીજી ટેસ્ટ લીડ્સના હેડિંગ્લે ગ્રાઉન્ડમાં રમાઈ હતી, જ્યાં ઈંગ્લેન્ડે ઈનિંગ્સ અને 176 રનની જીત સાથે જોરદાર વાપસી કરીને શ્રેણી 1-1ની બરાબરી પર લાવી હતી.
 


10:29 PM, 2nd Sep
- ઈગ્લેંડે સાત ઓવર બાદ બે વિકેટે 11 રન બનાવ્યા હતા. ડેવિડ માલન બે અને કેપ્ટન જો રૂટ ચાર સાથે રમી રહ્યા છે

10:15 PM, 2nd Sep
- ટી બ્રેકના પછી શાર્દુલ ઠાકુરે શાનદાર બેટિંગ સાથે પોતાની અડધી સદી પૂરી કરી હતી. શાર્દુલે માત્ર 32 બોલમાં છ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી પોતાની અડધી સદી પૂરી કરી હતી.
 
- ટી બ્રેક પછી શાર્દુલ ઠાકુર સારી બેટિંગ કરી રહ્યો છે. શાર્દુલની શાનદાર બેટિંગ માટે આભાર, ભારતે તેમના 150 રન પૂર્ણ કર્યા. ભારતના 150 રન 56 ઓવરમાં પૂર્ણ થયા હતા. શાર્દુલે હવે 21 બોલમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 31 રન બનાવ્યા છે.