1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 2 સપ્ટેમ્બર 2021 (11:19 IST)

HBD ઇશાંત શર્મા- ઈશાંત કેટરીનાના દિવાના છે

ishant sharma
પોતાની ફાસ્ટ બોલીંગ વડે દુનિયાભરમાં ક્રિકેટ પ્રેમીઓને પોતાના દિવાના બનાવનારા ઈશાંત પોતે કેટરીનાના દિવાના છે અને મજાની વાત તે છે કે તેઓ શાહરૂખ ખાનની ટીમ કોલકત્તા નાઈટ રાઈડર્સના ફાસ્ટ બોલરની પસંદગીનો હીરો કિંગ ખાન નથી.
 
પોતાને ગમતી અભિનેત્રી વિશે પુછવા પર ઈશાંતે કેટરીનાનું નામ લીધું. જો કે તેમણે એવું પણ કહ્યું કે તેમનો પસંદગીનો હીરો કોઈ પણ નથી પરંતુ તેમને ગમતી ફિલ્મ 'દિલવાલે દુલ્હનીયા લે જાયેંગે' છે.
 
તેમણે કહ્યું કે ડીડીએલજેની વાર્તા મને ખુબ જ ગમે છે અને મને સૌથી વધારે ગમતી ફિલ્મ છે. પાછલાં વર્ષે આઈપીએલ દરમિયાન કેટરીનાને લઈને ઈશાંતની દિવાનગી જાહેર થઈ હતી, જ્યારે તેમણે શાહરૂખને આગ્રહ કર્યો હતો કે મુંબઈમાં મેચ દરમિયાન તેઓ તેમને પોતાની આ ડ્રીમગર્લ સાથે મળાવે.