લગ્નના 2 દિવસ પહેલા દુલ્હનની હત્યા, અડધી રાત્રે ફિયાન્સે મળવા બોલાવી, પછી...
છત્તીસગઢના દુર્ગ જીલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પોતાના લગ્નના બે દિવસ પહેલા દુલ્હાએ પોતાની થનારી દુલ્હનની હત્યા કરી નાખી. તેણે અડધી રાત્રે પોતાની મંગેતર ને તળાવ પાસે મળવામાટે બોલાવી હતી. આ દરમિયાન વિવાદ થતા યુવક પોતાની ભાવિ પત્નીને મારીને તળાવમાં ફેંકી દીધી. યુવતીના પરિવારના લોકો આત્મહત્યા સમજી રહ્યા હતા. પણ પોલીસે જ્યારે સમગ્ર મામલાની ઝીણવટાઈથી તપાસ કરી તો સમગ્ર મામલાની હત્યાની વાત સામે આવી. ઘટના મેડેસરા ગામની છે.
પોલીસે આરોપી વરરાજાની ધરપકડ કરી લીધી છે. નંદિની પોલીસે આરોપી વરરાજા બીરેભાટ નિવાસી હુમન જોશી (24 વર્ષ)ની ધરપકડ કરી લીધી છે. આરોપી યુવકનુ 12 જુલાઈના રોજ મૃત યુવતી મેડેસરા નિવાસી તેજસ્વીની જોશી સાથે લગ્ન થવાના હતા. આ પહેલા જ 10 જુલાઈના રોજ તેજસ્વીનીની હત્યા કરી નાખી. ઘતનાને લઈને નંદિની પોલીસે જણાવ્યુ કે જ્યારે આરોપી યુવકે યુવતીને અડધી રાત્રે મળવા માટે બોલાવી તો આ દરમિયાન લગ્નની વાતને લઈને બંને વચ્ચે ખૂબ ઝગડો થયો. આ દરમિયાન યુવતી સીઢી પર પડીને બેભાન થઈ ગઈ. તેને મરેલી સમજીને તેના ભાવિ પતિએ તેને તળાવમાં ફેંકી દીધી. 10 જુલાઈના રોજ સવારે યુવતીની લાશ તળાવમાં તરતી મળી હતી.
પોલીસે સીન રિક્રિએટ કરાવ્યો
આરોપીની પોલીસે પૂછપરછ કરી જેમા જણાવ્યુ કે 9 જુલાઈની મોડી રાત્રે બંને તળાવ કિનારે મળ્યા હતા. ત્યા બંને વચ્ચે ખૂબ વિવાદ થયો. આ દરમિયાન તેજસ્વીની તળાવની સીડીઓ પર પડી ગઈ અને બેભાન થઈ ગઈ. મને લાગ્યુ કે તે મરી ગઈ છે. તેથી ગભરાઈને તેણે તેજસ્વીની અને મોબાઈલને તળાવમાં ફેંકી અને ભાગી ગયો. દુર્ગ સિટી એએસપી સુખનંદન રાઠૌરે જણાવ્યુ કે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં માથા પર ઘા ના નિશાન મળ્યા હતા. તેથી પોલીસે હત્યાના એંગલથી તપાસ શરૂ કરી. કૉલ ડિટેલ અને લોકેશનના આધાર પર સૌથી મોટો સસ્પેક્ટ હુમન જોશી હતો. ધરપકડમાં પૂછપરછ કરતા તેણે હત્યા કરવાની વાત સ્વીકારી લીધી. પોલીસ તળાવમાંથી મોબાઈલ રિકવર કરવામાં લાગી છે.
10 જુલાઈના રોજ મળી હતી લાશ
મેડેસરા ગામના જ તળાવમાં 11 જુલાઈના રોજ તેજસ્વીનીની લાશ મળી હતી. ત્યારે એવી આશંકા હતી કે તે લગ્નથી ખુશ નથી, તેથી તેણે તળાવમાં કુદીને આત્મહત્યા કરી હશે. પોલીસે બોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલી અને તપાસ શરૂ કરી દીધી. મેડેસરા નિવાસી રાજેશ જોશી પોતાની બે પુત્રીઓ તેજસ્વીની અને તેની મોટી બહેન અને ભાઈ ગજપાલન લગ્ન એક સાથે કરવાના હતા. જે દિવસે તેની લાશ મળી એ જ દિવસે ભાઈની જાન જવાની હતી. તેજસ્વીનીની લાશ મળ્યા બાદ બધી વિધિ રોકી દેવામાં આવી.