1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: ગુરુવાર, 25 મે 2023 (13:55 IST)

અમદાવાદમાં જીમ ટ્રેનરે યુવતીને છાતીના ભાગે હાથ ફેરવીને કહ્યું જો તારા પતિને કહીશ તો જાનથી મારી નાંખીશ

gym news
શહેરમાં મહિલાઓની સુરક્ષાને લઈને સવાલો ઉભા થયાં છે. શહેરમાં એક જીમમાં કસરત કરવા જતી પરીણિતાને જીમ ટ્રેનરે એકલતાનો લાભ લઈને તેને તાબે કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરીણિતાની છાતીના ભાગે હાથ ફેરવીને બળજબરી પૂર્વક તેને શારીરિક રીતે અડપલાં કર્યાં હતાં. મહિલાએ પ્રતિકાર કર્યો તો જીમ ટ્રેનરે કહ્યું હતું કે, જો તારા પતિને આ વાત કરીશ તો જાનથી મારી નાંખીશ. સતત આ પ્રકારની હરકતો કરતા જીમ ટ્રેનરથી કંટાળીને પરીણિતાએ તેના પતિને બોલાવીને જીમ ટ્રેનર સામે ફરિયાદ કરી હતી. પોલીસે જીમ ટ્રેનરને પકડીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. 
 
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના ચાંદખેડામાં MAF ફિટનેસ જીમમાં એક પરીણિત યુવતી કસરત કરવા જતી હતી. આ યુવતીને નિલેશ ચૌહાણ નામનો જીમ ટ્રેનર કસરત કરાવતો હતો. જીમ જે કોમ્પલેક્સમાં હતું તે કોમ્પલેક્સની લિફ્ટમાં આ યુવતી પાંચમા માળે આવેલા જીમમાં જતી હતી ત્યારે જીમ ટ્રેનર નિલેશ ચૌહાણે લિફ્ટમાં એકલતાનો લાભ લઈને યુવતીની છાતી પર હાથ ફેરવ્યો હતો. તે ઉપરાંત તેણે યુવતીના શરીરના અલગ અલગ અંગો પર ગંદી રીતે સ્પર્શ કરવા માંડ્યો હતો. તેણે યુવતીના સ્તન પર પણ હાથ ફેરવ્યો હતો. યુવતીએ પ્રતિકાર કરતાં જ જીમ ટ્રેનર નિલેશ ચૌહાણે ધમકી આપી હતી કે, જો તારા પતિને કહીશ તો તને જાનથી મારી નાંખીશ. જેથી યુવતીએ ડરના કારણે તેના પતિને આ બાબતની જાણ કરી નહોતી. 
 
જીમ ટ્રેનર નિલેશે યુવતીને કહ્યું હતું કે, તમારુ વજન કેટલું ઉતર્યું છે એ જોવા માટે તમારે આજની અને છ મહિના પહેલાંની એક ફોટો આપવી પડશે. જેથી યુવતીએ કહ્યં હતું કે, થોડીવાર પછી મારો આજનો ફોટો તમને આપી દઈશ. ત્યારે જીમ ટ્રેનરે કહ્યું હતું કે, એવો ફોટો નહીં તમારે કપડા કાઢેલો ફોટો આપવો પડશે. ત્યાર બાદ આ નિલેશે યુવતીને કામ છે કહીને બોલાવી હતી. યુવતીને લિફ્ટમાં તે ગંદી રીતે સ્પર્શ કરવા માંડ્યો હતો. લિફ્ટને વારા ફરતી ઉપર અને નીચેના માળે ફેરવવા માંડ્યો હતો. ત્યારે મહિલાએ નિલેશના હાથમાંથી છટકીને તેના પતિને ફોન કરીને બોલાવ્યા હતાં અને ત્યાં પોલીસને પણ ફોન કરીને બોલાવી હતી. પોલીસને નિલેશ સામે ફરિયાદ કરી હતી. પોલીસે નિલેશની અટક કરીને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી અને ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.