શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: ગુરુવાર, 22 ડિસેમ્બર 2022 (00:34 IST)

Crime News - માતાએ સગીર બાળકીને નશીલો પદાર્થ આપીને પુત્ર પાસે કરાવ્યો રેપ, ત્રણ દિવસ સુધી કરતો રહયો હેવાનીયત

rape
પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાંથી એક શરમજનક કિસ્સો સામે આવ્યો છે. અહીં એક સગીર છોકરીએ એક છોકરા અને તેની માતા પર નશો પીવડાવીને રેપ કરવાનો આરોપ લગાવ્યો છે. પીડિતાએ સ્થાનિક હરિદેવપુર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો છે. પીડિતાએ પોલીસને જણાવ્યું કે આરોપી યુવકની માતાએ તેને નશો ખવડાવીને બેભાન કરી અને પછી તેના પુત્રએ તેની સાથે બળાત્કાર કર્યો. પોલીસે આરોપી યુવક અને તેની માતા કુણાલ કોઠારી અને તેની માતા અનુશ્રી કોઠારીની ધરપકડ કરી છે. પોલીસે બંને માતા-પુત્રને કોર્ટમાં રજૂ કર્યા, ત્યારબાદ તેમને પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા.
 
માતાએ નશીલો પદાર્થ આપીને પુત્ર પાસે કરાવ્યો રેપ
પીડિતાએ પોલીસને ફરિયાદમાં જણાવ્યું હતું કે આરોપી યુવક કુણાલ કોઠારી એમબીએનો અભ્યાસ કરે છે. જ્યારે તેની માતા અનુશ્રી કોઠારી પીડિતા સાથે સ્થાનિક સંસ્થામાં બ્યુટિશિયનનો કોર્સ કરી રહી હતી. અનુશ્રી કોઠારીએ 24 ઓક્ટોબરે કાલી પૂજાના દિવસે પીડિતાને પોતાના ઘરે બોલાવી હતી. જ્યારે તે અનુશ્રી કોઠારીના ઘરે પહોંચી તો આરોપી મહિલાએ તેને નશીલા પદાર્થવાળું કોલ્ડ ડ્રિંક આપ્યું, જ્યારબાદ તે બેહોશ થઈ ગઈ. જે બાદ આરોપીની માતાએ યુવક પાસેથી બળાત્કાર કરાવડાવ્યો. જ્યારે તેણી 3 દિવસ પછી હોશમાં આવી ત્યારે તેણીને ખબર પડી કે કુણાલ કોઠારીએ તેની સાથે બળાત્કાર કર્યો છે.
 
સંબંધીના કહેવાથી  કરી ફરિયાદ
પીડિતાના જણાવ્યા અનુસાર આ ઘટના 24 ઓક્ટોબરે કાલી પૂજાના દિવસે બની હતી. જોકે, 16 ડિસેમ્બરે કેસ નોંધવામાં આવ્યો હતો. પીડિતાનું કહેવું છે કે શરૂઆતમાં તેણે શરમના કારણે આ ઘટનાનો કોઈને ઉલ્લેખ કર્યો ન હતો. બાદમાં તેણે એક સંબંધીને આ અંગે જણાવ્યું હતું. જે બાદ સંબંધીએ યુવતીને પોલીસમાં ફરિયાદ કરવાનું કહ્યું હતું.
 
આરોપીના મામાએ આ ઘટનાને નકારી 
રિપોર્ટ અનુસાર, કુણાલ કોઠારીના મામા બિનય ચક્રવર્તીએ જણાવ્યું કે છોકરીએ તેના પર ખોટો આરોપ લગાવ્યો છે. બિનય ચક્રવર્તીએ કહ્યું છે કે મને ખબર પડી કે યુવતી કુણાલ સાથે લગ્ન કરવા માંગતી હતી જેનો તેની માતા વિરોધ કરી રહી હતી. યુવતીએ કુણાલ અને તેની માતાને પણ ધમકી આપી હતી કે જો તેઓ તેની વાત નહીં માને તો તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે.