બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Updated : સોમવાર, 28 ફેબ્રુઆરી 2022 (08:55 IST)

અમદાવાદના અસારવામાં એક મંદિરના પૂજારીએ યુવતીને ભાણીયા સાથે લગ્ન કરવાની લાલચ આપી દુષ્કર્મ આચર્યું

અમદાવાદના શાહીબાગના અસારવામાં આવેલા મંદિરના પૂજારીએ યુવતીને પોતાના ભાણીયા સાથે લગ્ન કરવાની લાલચ આપી અવારનવાર દુષ્કર્મ આચર્યું છે. 3 વર્ષ પહેલાથી આ સિલસિલો શરૂ થયો હતો જે બાદ યુવતી પોતાના વતને જતી રહી હતી અને ફરીથી પરત આવતા પૂજારીએ ફરીથી દુષ્કર્મ આચર્યું હતું.

નેપાળની યુવતી 2019માં તેના એક સંબંધી યુવકના ઘરે મેમનગર આવી હતી. યુવક સાથે રહીને યુવતી નોકરીની શોધખોળ કરી રહી હતી. આ દરમિયાનમાં સરદારનગર ખાતે રહેતા યુવકના મામા નરેશના ઘરે આવ્યા હતા. નરેશ યુવતીને કહ્યું હતું કે, હું તારા લગ્ન મારા ભાણીયા સાથે કરાવીશ. જે બાદ નરેશ યુવતીને લઈને તેના નોબલનગરના ઘરે ગયો હતો. 10 દિવસ યુવતી નરેશના ઘરે રોકાઈ હતી. જે બાદ નરેશ અસારવા કબીર મંદિરમાં પૂજા કરતો હતો. તે મંદિરમાં લઈ જઈને રૂમમાં વાતોમાં ભોળવી દુષ્કર્મ આચર્યું હતું અને ત્યાં 15 દિવસ યુવતી રોકાઈ હતી. જે બાદ મેઘણીનગર ભાડાના ઘરમાં 6 મહિના રોકી રાખી હતી. પરંતુ બદનામી ના થાય તે માટે યુવતી નેપાળ વતન જતી રહી હતી. નેપાળમાં 9 મહિના રોકાયા બાદ 6 મહિના પહેલા ફરીથી અમદાવાદ આવી હતી. અમદાવાદ અસારવા મંદિર આવતા ત્યાં મંદિરનો પૂજારી નરેશ એકલો હાજર હતો. જ્યાં નરેશે ફરીથી યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. મંદિરમાં યુવતી બે મહિના રોકાઈ હતી. જે દરમિયાન નરેશે અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ નરેશ યુવતીને તેના ઘરે નોબલનગર લઈ ગયો હતો. બદનામીના ડરથી યુવતીએ કોઈને વાત કરી નહોતી, પરંતુ અંતે હિંમત કરીને યુવતીએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે આરોપી નરેશને ઝડપી પાડ્યો છે. નરેશની ધરપકડ કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.