1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified રવિવાર, 5 જૂન 2022 (17:01 IST)

એક સાથે આખા પરિવારે લગાવી ફાંસી

suicide
Bihar -  બિહારના સમસ્તીપુરથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં એક જ પરિવારના 5 લોકોએ એકસાથે ફાંસી લગાવી લીધી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પરિવારની આર્થિક સ્થિતિ ખરાબ હતી, તેઓએ ઘણા લોકો પાસેથી લોન પણ લીધી હતી.
 
સમસ્તીપુરમાં એક જ પરિવારના 5 સભ્યોની લાશ ઘરમાં ફાંસીથી લટકતી મળી આવી હતી, જે બાદ વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી. આ મામલો વિદ્યાપતિનગર પોલીસ સ્ટેશન વિસ્તારના મૌ ગામનો હોવાનું કહેવાય છે. ઘટના બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે અને મામલાની તપાસ હાથ ધરી છે. મૃતકોની ઓળખ 35 વર્ષીય મનોજ કુમાર ઝા, તેમની પત્ની સુંદરમણિ દેવી, માતા સીતા દેવી અને બે પુત્રો શિવમ અને સત્યમ તરીકે થઈ છે.