રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 10 જૂન 2020 (11:03 IST)

મહેસાણામાં વહેલી સવારે ભૂકંપના આંચકા, 1 અઠવાડિયામાં ત્રીજીવાર ભૂકંપ

ઉત્તર ગુજરાતના મહેસાણામાં ગત મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બુધવારે વહેલી સવારે મહેસાણાના બલોલ નજીક આવેલા પંથકમાં ધરા ધ્રુજી ઉઠતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો અને લોકો ઘરની બહાર દોડી આવ્યા. મહેસાણા તાલુકામાં પ્રથમવાર ભૂકંપનું એપી સેન્ટર નોંધાયું છે. છેલ્લા 5 દિવસમાં 3 વખત ભૂકંપનો આંચકા અનુભવાયા છે. આજે વહેલી સવારે આવેલા ભૂકંપની તીવ્રતા 1.4 રિક્ટર સ્કેલ પ્રમાણે માપવામાં આવી છે. 
 
અત્રે ઉલ્લેખનીય છે કે ગત બુધવારે બનાસકાંઠાના આસપાસના જિલ્લાઓમાં 4.3 તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જોકે જાનમાલની કોઇ હાનિ થઇ ન હતી. ગાંધીનગર ઇંસ્ટીટ્યૂટ ઓફ સિસ્મોલોજિકલ રિસર્ચ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર ભૂકંપના આંચકા ગત બુધવારે રાત્રે 10:31 વાગે અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર બિંદુ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરથી 31 કિલોમીટર ઉત્તર પૂર્વમાં હતું. ભૂકંપના આંચકા બનાસકાંઠા, મહેસાણા અને સાબરકાંઠા અનુભવાયા હતા. 
 
આ પહેલાં  5 જૂન મંગળવારના રોજ બપોરે 1 કલાકને 6 મીનિટે ધરોઈથી 14 કિલોમીટર દૂર 1.4ની તીવ્રતાનો ભૂંકપનો આંચકો અનુભવાયો હતો. તે સમયે જમીન સ્તરથી 3 કિલોમીટર અંદર એપી સેન્ટર હતું.