શનિવાર, 30 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. વાવાઝોડું બિપરજોય
Written By
Last Updated : મંગળવાર, 13 જૂન 2023 (18:55 IST)

બિપોરજોય વાવાઝોડાને કારણે ગીર જંગલમાં 100 સિંહોને શિફ્ટ કરવામાં આવ્યા

lion
અરબી સમુદ્રમાં સર્જાયેલ ચક્રવાતી તોફાન બિપરજોય ઝડપથી ભારતના દરિયાકાંઠાના વિસ્તારો તરફ આગળ વધી રહ્યું છે. આ દરમિયાન  વાવાઝોડાની અસર ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળમાં દેખાવા લાગી છે. દરિયામાંથી ઊંચા મોજા ઉછળી રહ્યા છે. આ તરફ ખતરાને જોતા ત્રણેય રાજ્ય સરકારો એલર્ટ મોડ પર છે. જોકે હવે વાવાઝોડાની અસર એશિયાટીક સિંહો માટે પ્રખ્યાત ગીરના જંગલ પર જોવા મળી રહી છે. બીચ નજીક 100 સિંહોનું કાયમી રહેઠાણ છે. આ સિંહોને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા હતા.

ગુજરાતમાં 300 ટ્રેકર દ્વારા સિંહોની હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે. ટ્રેકર્સની મદદથી સિંહો માટે સંભવિત ખતરા અગાઉથી શોધી શકાય છે. જેનાથી સમયસર સિંહોના જીવ બચાવી શકાશે. વાવાઝોડાને કારણે 70 થી 80 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. વનવિભાગ દ્વારા કોઈ વન્ય જીવને નુકસાન ન થાય તે માટે નક્કર વ્યવસ્થા કરવામાં આવી રહી છે.  જૂનાગઢ CCFએ જણાવ્યું હતું કે, બિપરજોય ચક્રવાતની વિનાશક અસરને ધ્યાનમાં રાખીને ગીર જંગલ સફારી અને દેવલિયા પાર્ક 12 થી 16 જૂન સુધી બંધ રાખવામાં આવ્યા છે. જણાવી દઈએ કે, ગીર સફારીમાં 16 જૂનથી 4 મહિનાનું ચોમાસુ વેકેશન પણ શરૂ થઈ રહ્યું છે. હવે ગીર સફારી 16 ઓક્ટોબરે જ ખુલશે. મહત્વનું છે કે, જોખમને ધ્યાનમાં રાખીને વાવાઝોડા દરમિયાન ગીરના જંગલમાં કોઈને ન જવા દેવા અપીલ કરવામાં આવી છે. આ વાવાઝોડું પૂરું થતાં જ દેવલિયા પાર્ક ખુલ્લો મુકવામાં આવશે. તમને જણાવી દઈએ કે, ગીરના જંગલમાં આવેલા વાવાઝોડાને કારણે અનેક વૃક્ષો પડી ગયા હતા. આવી સ્થિતિમાં આ વખતે વહીવટીતંત્ર પહેલેથી જ એલર્ટ છે. ખતરાની જાણ થતા ગીર સફારી પહેલાથી જ બંધ કરી દેવામાં આવી છે.