Pushya Nakshtra 2020: આજે પુષ્ય પુષ્ય નક્ષત્ર બની રહ્યો છે પુણ્યામૃત યોગ, ખરીદી માટે ધનતેરસથી પણ વધુ શુભ
આજે શનિવારે પુષ્ય નક્ષત્ર લાગી રહ્યો છે. આ નક્ષત્રમાં કરવામાં આવેલી ખરીદી આર્થિક સમૃદ્ધિ અને શુભ લાભ આપે છે. આ નક્ષત્રને 27 નક્ષત્રનો રાજા કહેવામાં આવે છે. શનિવાર અને રવિવારનો આ યોગ ખૂબ જ ફાયદાકારક છે. જ્યોતિષ આ નક્ષત્રને ધનતેરસના યોગથી પણ વધુ લાભકારી બતાવી રહ્યા છે.
જ્યોતિષીઓના કહેવા મુજબ, આ દિવસે ઘરેણા, ગાડી, ઇલેક્ટ્રોનિક સામાન, હીરા, ઘરેલુ રાચરચીલું, લગ્નની વસ્તુઓ, ઘરની ખરીદી, ધાર્મિક વિધિઓ અને ઉદ્ઘાટન જેવા કાર્યો કરવાપણ ફળદાયી રહે છે. રવિવારના દિવસે આ યોગથી રવિ પુષ્ય યોગનુ નિર્માણ થશે. આ રીતે દિવાળી પહેલા લાગનારો આ યોગ તમારે માટે ખૂબ જ શુભ છે. શનિવારે સવારે 8.05 મિનિટથી પુષ્ય નક્ષત્ર શરૂ થશે જે બીજા દિવસે સવારે 6.13 વાગ્યા સુધી રહેશે. જ્યારે આ નક્ષત્ર શનિવાર અને રવિવારના દિવસે થાય છે તો પુણ્યામૃત યોગનુ નિર્માણ કરે છે.
તેથી કહેવાય છે કે આ યોગમાં કરવામાં આવેલી ખરીદી અક્ષય રહે છે. આ સમયે જે પણ શુભ કાર્ય કરવામાં આવે છે તે વધુ સમય સુધી સ્થાયી અને આર્થિક સમૃદ્ધિ આપનારુ હોય છે. એટલુ જ નહી બુધ અને શુક્રના એકબીજની રાશિમાં આવવાથી ધન યોગ પણ બની રહ્યો છે.
જ્યોતિષ મુજબ પુષ્ય નક્ષત્રના શુભ કાળમાં ખરીદ-વેચાણ, ઉદ્યોગો અને વેપારની શરૂઆત ખૂબ શુભ માનવામાં આવે છે. આ નક્ષત્રમાં અશુભકાળને શુભકાળ માં બદલવાની ક્ષમતા હોય છે.
તેથી ખાસ - આ વખતે પુષ્ય નક્ષત્ર સાથે શુભ, મિત્ર અને રવિયોગ પુષ્ય નક્ષત્રનુ અબુજ મુહૂર્ત તેથી પણ ખાસ બની ગયુ છે કારણ કે આ દિવસે સૂર્ય અને ચંદ્રની સ્થિતિ શુભ અને રવિયોગ બની રહ્યો છે. સાથે જ શનિવાર અને પુષ્ય નક્ષત્રના સંયોગથી મિત્ર પણ રહેશે. ગ્રહોની આ સ્થિતિને કારણે ખરીદીનો તહેવાર વધુ વિશેષ બની ગયો છે.
શુભ મુહુર્ત : ક્યારે શુ ખરીદશો
સમય |
શુ ખરીદશો |
સવારે 8.10થી 9:25 સુધી |
વાહન, ઘરેલુ ઉપયોગની વસ્તુઓ, તાંબાનાં વાસણો, સ્થાયી મિલકત |
બપોરે 12.10થી
1.25 સુધી |
ઘરેણાં, ઘરની જરૂરિયાતનો સામાન, વાહનો |
બપોરે 01:26 થી 2:45 સુધી |
સ્થાવર મિલકત, બચત અને રોકાણ |
બપોરે 2:46 થી સાંજે 4:10 સુધી |
કપડાં, મીઠાઈ, આભૂષણ, વાહનો, પ્રોપર્ટી |
સાંજે 5:35 થી
7:10 સુધી |
સોનું, ચાંદી, તાંબાના વાસણ, આભૂષણ |
રાત્રે 8:45 થી 10:25 સુધી |
સોના ચાંદીના ઘરેણા, વહીખાતા |
રાત્રે 10:26 થી
12:00 વાગ્યા સુધી |
વહી ખાતા, કમ્પ્યુટર, સ્ટેશનરી અને ઈલેક્ટ્રોનિક્સ |