ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. તહેવારો
  3. દિવાળી
Written By
Last Updated : ગુરુવાર, 5 નવેમ્બર 2020 (10:14 IST)

કારતકમાં કરો આ છોડની પૂજા, ઘરમાં રહેશે લક્ષ્મીનો વાસ

પૌરાણિક કથા મુજબ ગુણવતી નામની સ્ત્રીએ કાર્તિક માસમાં મંદિરના દ્વાર પર તુલસીની એક સુંદર વાટિકા લગાવી. જે પુણ્યને કારણે તે આવતા જન્મમાં સત્યભામા બની અને સદૈવ કાર્તિક માસનુ વ્રત કરવાને કારણે તે ભગવાન શ્રીકૃષ્ણની પત્ની બની. 
કાર્તિક માસમાં તુલસી સામે દીપક પ્રગટાવાથી માણદ અનંત પુણ્ય મળે છે. જે તુલસીને પૂજે છે એના ઘરે માતા લક્ષ્મી હમેશા માટે આવીને બસે છે , કારણ કે તુલસીમાં સાક્ષાત લક્ષ્મીની વાસ ગણાય છે. 
 
જે માણસ ઈચ્છે છે કે એના ઘરે સદૈવ શુભ કર્મ હોય , સદૈવ સુખ શાંતિના નિવાસ રહે , એને તુલસીની આરાધના જરૂર કરવી જોઈએ. કહે છે કે જેના ઘરે શુભ કર્મ હોય છે , ત્યાં તુલસે હરી ભરી રહે છે.