મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. દિવાળી
Written By
Last Modified: મંગળવાર, 2 નવેમ્બર 2021 (08:29 IST)

કેવી રીતે કરવામાં આવે છે કાળી ચૌદસની પૂજા

કાળી ચૌદસની પૂજાના ફાયદા
 
આ દિવસની પૂજાથી બધી જ ઈચ્છાઓ પૂર્ણ થાય છે.
દુશ્મનોએ પરિવાર પર કોઇ કાળી વિદ્યા કરી હોય તો, તે પણ દૂર થાય છે.
કાળી ચૌદસની પૂજાથી લગ્નજીવનમાં કંકાસ હોય તો તે પણ દૂર થાય છે.
 
કેવી રીતે કરવામાં આવે છે કાળી ચૌદસની પૂજા
 
કાળી ચૌદસની પૂજા રાત્રે 11.50 વાગ્યે શરૂ થાય છે અને 12.30 વાગ્યા સુધી ચાલે છે.
આ પૂજા દક્ષિણપશ્ચિમ અને પશ્ચિમ દિશા તરફ મોં રાખી કરવી જોઇએ.
આ પૂજા દરમિયાન થોડી વાર માટે સરસોના તેલના લેપનો ઉપયોગ કરવો જોઇએ.
આ પૂજામાં વડના પાનનો ઉપયોગ કરવામાં આવે છે.
પૂજા દરમિયાન જે પણ પ્રસાદ હોય તેનો ભોગ ઘરની બહાર ધરાવવામાં આવે છે.
આજે કાળી ચૌદશની ઉજવણી અંતર્ગત લોકો ઘરમાંથી કકળાટ કાઢવા જૂના ઝાડૂ-જૂના માટલા કાઢી તેની જગ્યાએ નવા ઝાડુ અને માટલા મૂકે છે. આ ક્રિયા સાંજે સંધ્યાકાળ પછી કરવામાં આવે છે. આજે લોકો વડા, પૂરી, સૂરણ તળીને વેફર્સ બનાવશે તેને મધ્યાહન અથવા સાંજના સમયે હનુમાનજી, ભૈરવદેવના મંદિરમાં મૂકશે પરિવારના બધાનું રક્ષણ થાય તે હેતુથી આ ક્રિયા કરવામાં આવે છે.