શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. નારી સૌદર્ય
  4. »
  5. સૌંદર્ય લેખ
Written By વેબ દુનિયા|

ટ્રેંડી જ્વેલરી: રીચ લુક

N.D

ખાસ કરીને જ્યારે લગ્ન હોય કે કોઈ પ્રસંગ હોય તે વખતે આપણે ખાવાનું મેન્યુ, કેટરર અને અન્ય બાબતોની વ્યવસ્થા પહેલાં કરી લઈએ છીએ ત્યાર બાદ આપણને યાદ આવે છે કે હવે આપણે પોતાના માટે કપડાં અને જ્વેલરીનું તો કામકાજ બાકી જ છે તો તે વખતે આપણને જે સૌથી ટુંકો રસ્તો દેખાય છે તે સ્વીકારી છીએ જેમકે ભાડે મળતી જ્વેલરી.

દરેક સ્ત્રી ઈચ્છે છે કે પ્રસંગને દિવસે પહેરવાની જ્વેલરી કંઈક ખાસ હોય. મહત્વની બાબત તે પણ છે કે માત્ર તે ખાસ દિવસ માટે લીધેલ ડ્રેસ ત્યાર બાદ સુટકેસની શોભા બનીને રહી જાય છે. સાથે સાથે જ્વેલરી પણ લોકરમાં જ પડી રહે છે. કેમકે આજકાલની છોકરીઓ ખુબ જ મોટી સંખ્યામાં કામકાજી હોય છે. તેથી આવામાં તેમને સાધારણ કપડાં તો પસંદ નથી આવતાં.

આના માટેનો એક સરળ ઉપાય છે ભાડાનો ડ્રેસ અને જ્વેલરી. હવે આ ક્ષેત્ર પહેલાં કરતાં વધારે વ્યાવસાયિક અને વિસ્તૃત થઈ ગયું છે. હવે તમને સરળતાથી ભાડાના કપડાં, જ્વેલરી અને ઈવનિંગ ગાઉન આપનારા મળી જશે. તેઓ ફક્ત આટલુ જ કામ કરે છે તેવું નથી પરંતુ તેમની પાસે ફ્રેશ સ્ટોક પણ હોય છે. ત્યાં તમને માત્ર 100 રૂપિયાથી લઈને છેક હજારો સુધીની જ્વેલરી ભાડે મળી રહેશે.

આજકાલ ખાસ કરીને બ્યુટીશયનો પણ આ જ સલાહ આપે છે. આ એક ફાયદા જેવી બાબત પણ છે. કેમકે લગ્ન કે કોઈ પાર્ટીમાં પહેરવામાં આવતી જ્વેલરી અને ચોલી ત્યાર બાદ અન્ય કોઈ પાર્ટી કે કોઈ પ્રસંગે વારંવાર કામ નથી લાગતી. તો આવા સમયે ભાડેથી લેવાયેલ જ્વેલરી અને ડ્રેસીસ દરેક વખતે તમને તમારા જ બજેટમાં એક નવો લુક આપશે. હા પણ ભાડેથી લેતાં પહેલાં સમય હાયજીન અને તે ફ્રેશ છે કે નહિ તે વાતનું ખાસ ધ્યાન રાખો.

આજકાલ હવે લગ્નમાં સોનાના આભુષણોનો ક્રેઝ પણ ઓછો થઈ ગયો છે તેની જગ્યા હવે આર્ટીફીશિયલ જ્વેલરીએ લઈ લીધી છે કેમકે તે પોતાના ડ્રેસ સાથે મેચિંગમાં પણ સરળતાથી મળી રહે છે. વળી તાજેતરમાં જોધા અકબરની જ્વેલરીની ખુબ જ ડિમાંડ છે. તેમાં પણ હેવી વેયરથી લઈને લાઈટ વેયરમાં તમારી ઈચ્છા મુજબના આભુષણો સરળતાથી બજારમાં મળી રહે છે. તેના માટે બસ તમારૂ પોકેટ થોડુક ગરમ હોવું જોઈએ.