શનિવાર, 30 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. દિવાળી ની વાનગીઓ
Written By
Last Modified: બુધવાર, 19 ઑક્ટોબર 2016 (15:20 IST)

દિવાળી રેસીપી - કાલા જામ

દિવાળી આવવાની છે અને આ અવસર પર પારંપારિક મીઠાઈઓ લોકોને વધુ ભાવે છે. તો ચાલો આ વખતે આપણે મહેમાનોનુ મોઢુ કાલાજામથી ગળ્યુ કરીએ. 
સામગ્રી - જામુન બોલ્સ બનાવવા માટે સામગ્રી 
250 ગ્રામ માવો 
100 ગ્રામ પનીર 
3 ચમચી મેદો 
1 ચમચી દૂધ 
તેલ કે ઘી તળવા માટે 
 
ચાસણી બનાવવા માટે સામગ્રી 
 
300 ગ્રામ ખાંડ, 1.5 કપ પાણી, 1/4 ચમચી લેમન જ્યુસ, 1 ચમચી ગુલાબજળ, 1/2 ચમચી ઈલાયચી પાવડર, 12-15 કેસરના દોરા. 
 
બનાવવાની રીત - સૌ પહેલા એક બાઉલમાં માવો કાઢીને સારી રીતે મૈશ કરો. હવે તેમા પનીરને છીણીને નાખો અને મેંદો નાખીને આ મિશ્રણને સારી રીતે મિક્સ કરો  આ મિશ્રણમાં એક ચમચી દૂધ નાખીને તેનો લોટ બાંધી લો.  હવે આ લોટની નાની નાની ગોળીઓ બનાવીને તેને કપડાથી ઢાંકી દો. 
 
હવે ચાસણી બનાવવા માટે એક પેનમાં 2 કપ ખાંડ અને 1.5 કપ પાણી નાખીને ત્ને મીડિયમ તાપ પર મુકીને થવા દો. 
- જ્યારે ખાંડ ઓગળી જાય ત્યારે તેમા લીંબૂનો રસ નાખીને હલાવો.  ચાસણી જ્યારે એક તારની બની જાય ત્યારે તેને ઘટ્ટ કરીને બંધ કરી દો. 
 
હવે એક કડાહીમાં તેલ ગરમ કરો અને તેમા ધીમા તાપ પર તૈયાર ગોળીઓને સોનેરી થતા સુધી તળી લો. ફ્રાઈ જાંબુને ગરમા ગરમ જ ચાસણીમાં નાખો. . હવે તે જ્યારે નોર્મલ ઠંડા થાય ત્યારે તેને ફ્રિજમાં મુકો. 
 
કાલા જામ તૈયાર છે... જ્યારે પણ સર્વ કરો તેને થોડા ગરમ કરો.