- લાઈફ સ્ટાઈલ
» - વેબદુનિયા વિશેષ 07
» - નવરાત્રી 07
માતાનાં સંભારણાં
(
રાખનાં રમકડાં મારા રામે.... એ રાગ)માતના સંભારણાં (2)મારા હૈયો કોરી નાંખે રે માડી થઈને બાળકથી તું, શાને દૂરદૂર ભાગે રે.... માતના મીઠી ગોદે ખેલમેં ખેલ્યા, ત્હેં પણ મારી સાથે રે. (2) યાદ નથી શુૂં આવતું અંબા, હાથમૂકેલો માથે રે... માતનાં સરોજ સીતા સાવિત્રી મા,વિજયા સ્વરૂપે લહેકે રે, (2) દુર્ગા દમયંતી ચુંવાળી,કસ્તુરી સમ મહેંકે રે .. માતના ઘેરા આ ભવસાગર વચમાં, એકલવાયો છોડીને (2) ગભરૂં બાળક આમ વિસારી, શાને રહ્યા છો દોડી રે... માતનાં ભારતના સંતાનો તારાં, ભડભડ દવમાં ચાલે રે, (2) જ્યોતિ કોમળદાખવ માડી, કુમકુમ કેસર ભાલે રે માતનાં નાના ઢીંગલા પાપ રહીત શું ? ગણતા પાપી મોટાં રે, (2) મા તુજને કોઈ ના સમજે પણ, મળે ન જગમાં જોટા રે... માતનાં પામર ‘પા-પી' પ્રેમ પિયાસી, ઉભો ત્હારે દ્વારે રે, (2) મંગલ દર્શન દઈ ને માડી, દોડી આવજો વ્હારે રે.... માતનાં