સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 2 ફેબ્રુઆરી 2021 (14:01 IST)

વેરાવળના સૂત્રાપાડામાં સામાજિક પરિવર્તન, સ્મશાન યાત્રામાં સામેલ થઇ 150થી વધુ મહિલાઓ

હજુ પણ આપણો સમાજ માને છે કે પુત્ર વિના ગતિ નહી.... કારણ કે પરંપરાઓ અનુસાર ફક્ત પુત્રને જ ચિંતાને અગ્નિદાહ આપવાનો હક છે. પુત્રીઓને નહી. સાથે જ પુત્રીઓ અર્થીને કાંધ ન આપી શકે અને એટલું જ નહી પિંડદાન પણ ન કરી શકે. પરંતુ પરિવર્તનના આ દૌરમાં હવે પુત્રીઓ પણ અંતિમ સંસ્કારમાં ભાગ લઇ શકશે અને અર્થીને કાંધ પણ આપી શકશે. 
 
જોકે આ નવી સામાજિક પરિવર્તનની શરૂઆત વેરાવળ જિલ્લાના સૂત્રાપાડા ગામના જાળા વિસ્તારમાં શરૂ કરી થઇ છે. જ્યાં જાળા વિસ્તારમાં રહેનાર માન સિંહ ભાઇની પત્ની જશીબેનનું નિધન થઇ ગયું. જશીબેન પોતાની જીવનમાં પોતાને એક સ્વયં સૈનિક દળની સાથે જોડાયેલા હતા. જ્યારે ગામમાં તેમના નિધનના સમાચાર આવ્યા તો ગામની 150થી મહિલાઓ એકઠી થઇ ગઇ. 
 
ત્યારબાદ બધી મહિલાઓએ સ્મસાન યાત્રમાં પણ જોડાવવાનો નિર્ણય કર્યો. મહિલાઓએ ના ફક્ત જશીબેનની અર્થીને કાંધ આપી, પરંતુ તેમની ચિંતાને મળીને અગ્નિદાહ પણ આપ્યો. ત્યારબાદ તમામે તેમના મૃત શરીરને અંતિમ સલામી આપી. 
 
ઉલ્લેખનીય છે કે ભારતીય સંસ્કૃતિમાં ઘરના કોઇ સભ્યના મોત પર પુત્ર અથવા પતિને જ મુખાગ્નિ આપવાની પરંપરા છે. પરંતુ આ મહિલાઓએ નારીને અબળા ગણાવવાની આ પરંપરા તોડી અનોખું ઉદાહરણ પુરૂ પાડ્યું છે.