શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 2 ફેબ્રુઆરી 2021 (12:18 IST)

ઈન્દોરથી ગોંડલ જતી ખાનગી બસને નડ્યો અકસ્માત, 7 મુસાફરોને ઇજાગ્રસ્ત

ગુજરાતમાં સતત અકસ્માતોનો દૌર ચાલી રહ્યો છે. એક તરફ હાડ થિજવતી કડકડતી ઠંડી પડી રહી છે ત્યારે ઇન્દોરથી ગોંડલ જતી બસ અકસ્માત નડ્યો હતો. આ અકસ્માત ગોધરાના પરવડી બાયપાસ પાસે મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો. 
 
પ્રાપ્ત માહિતી અનુસાર  ઈન્દોરથી ગોંડલ જતી ખાનગી બસને અકસ્માત નડ્યો હતો. ગોધરાના પરવડી બાયપાસ રોડ પાસે અકસ્માત સર્જાતા 7 મુસાફરોને ઇજા પહોંચી છે. જેમાંથી બે મુસાફરોની હાલત ગંભીર છે. ઇજાગ્રસ્તોને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. 
 
તો બીજી તરફ મોરબી વાંકાનેર નેશનલ હાઇવે પર આવેલા મકનસર ગામ નજીક એક બંધ ટ્રક પાછળ એક મેટાડોર ઘુસી જતાં બેના મોત નિપજ્યા હતા. આ ઘટનામાં ટેમ્પો ચાલક અને ટ્રક ચાલક બન્નેનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત થયું હતું. આ બનાવ અંગે જાણ થતા તાલુકા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.