શુક્રવાર, 1 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 10
  4. »
  5. મિત્રતા દિવસ
Written By કલ્યાણી દેશમુખ|

મૈત્રી જીવી લીધી, જીંદગી જીવી લીધી

W.D
દોસ્તી એવી સંસ્કૃતિ છે, જેમા દરેક ઓળખ મળી જાય છે. દોસ્તી એક એવો સંબંધ છે જેમા દરેક ભાવના વગર કોઈ સ્વાર્થે વ્યક્ત થાય છે. બલિદાન, પ્રતિબધ્ધતા, મદદ, લાગણી અને સમાનતાના મૂલ્યોથી બનેલી મૈત્રી એવો સંબંધ બનાવે છે, જેમા કોઈ પ્રકારનો ભેદભાવ નથી હોતો. સમાજ વિજ્ઞાનની ભાષામાં કહી શકાય કે દોસ્તી એક માત્ર એવો સંબંધ છે જેમા કોઈ ઉંચનીચ નથી હોતી. જ્યારે એકબીજાની જીંદગીમાં ભાવનાત્મક રીતે પ્રવેશ થાય છે ત્યારે દોસ્તીનો સંબંધ બંધાય છે. મૈત્રી સારુ કે ખરાબ નથી જોતી, મૈત્રીમાં ગુણ અવગુણ નથી જોવાતા. એક મિત્ર બીજા મિત્રને તેની સંપૂર્ણતાની સાથે સ્વીકારે છે. તેથી કદાચ મૈત્રીમાં કોઈ માપતોલ નથી હોતુ. મૈત્રી શિષ્ટ જીંદગીનુ પર્યાય છે.

એક બીજા માટે

મૈત્રી ક્યારેય એકબીજા સાથે સરખામણી નથી કરાવતી. એક મિત્રથી તમે કેટલા પણ દૂર કેમ ન જતા રહો, પરંતુ તે હંમેશા તમને યાદ રહે છે. મૈત્રીને સમજનારા જાણે છે કે પ્રેમ, સ્નેહ, ક્રોધ, ગુસ્સો કરવો, એકબીજા સાથે લડવુ, અને લડ્યા પછી ફરી નજીક આવી જવુ, એકબીજાથી ક્યારેય દૂર જવા વિશે ન વિચારવુ, એકબીજા પર ન્યોછાવર થઈ જવુ, એકબીજાની ખુશી બની જવુ અને એકબીજાના આંસુ લૂછવા માટે કંઈ પણ કરી જવુ. મૈત્રીની આ વ્યાપકતા આપણને આપણા સંબંધીઓ અને પડોશીઓમાં પાંગરેલા સંબંધોને સમજવામાં મદદ કરે છે. આપણને આપણા મિત્રો મોટાભાગે પરિવાર, સંબંધીઓ અને પડોશમાં જ મળી જાય છે.

ક્યારે નિકટ આવ્યા ?

કોણ કોનો ક્યારે મિત્ર બની ગયો ? એ ખબર જ નથી પડતી. એકબીજાને સમજાવતા અને જીંદગીના દરેક પહેલુ પર ચર્ચા કરતા આપણે એકદમ કોઈની નિકટ જતા રહીએ છીએ અને શરૂ થઈ જાય છે દોસ્તી. આપણે ઈચ્છીએ તો એ સંબંધોને સંજ્ઞા આપી શકીએ છીએ, જ્યા 'મેં' નો બોધ 'હમ'મં સમાહિત થઈ જાય છે. દોસ્તીની આ વિવેચનાઓ દાર્શનિકો અને સિધ્ધાંતોને પ્રેરિત કરે છે.

પાકી મિત્રતા

N.D
દોસ્તીમાં ક્યારેય ધૃણા નથી હોતી. ઉતાર-ચઢાવના સમયમાં અને આકાંક્ષાઓનુ મૂર્ત રૂપ ન મળવાની કુંઠામાં પણ એક મિત્ર બીજા મિત્રને 'હુ તને નફરત કરુ છુ' એવુ વાક્ય ગુસ્સામાં કહી શકે છે અને બીજો મિત્ર તેને હસતા હસતા સ્વીકારી લે છે. મિત્રો વચ્ચે ક્યારેક ઉભો થયેલો તણાવ પરસ્પર ગેરસમજ બંનેને એકબીજાથી અસ્થાયી રૂપે દૂર કરી દે છે, પરંતુ થોડા સમય પછી ઉભો થયેલો પશ્ચાતાપનો ભાવ તેમની મૈત્રીને વધુ ગાઢ કરી દે છે. કૃષ્ણ અને સુદામાની મૈત્રી જગજાહેર છે. જે વ્યાપક ચિંતનના સ્તર પર સમાનતાને નથી દર્શાવતુ. પરંતુ મિત્રો વચ્ચે સહાનૂભૂતિને પણ દર્શાવે છે. મિત્રો વચ્ચે અમીરી-ગરીબી જેવુ કશુ હોતુ નથી.