બુધવાર, 23 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર
Written By ભાષા|
Last Modified: રવિવાર, 3 ઑગસ્ટ 2008 (12:17 IST)

ભારતે સ્થિતિ મજબૂત બનાવી

ભારતે ગાલે ટેસ્ટનાં ત્રીજા દિવસે ભારતે તેની સ્થિતિ મજબૂત બનાવી દીધી છે. શ્રીલંકાને 292 રનમાં ઓલઆઉટ કર્યા બાદ ભારતે તેની બીજી ઈનીંગની મજબૂત શરૂઆત કરી હતી.

ભારતે પહેલી ઈનીંગનાં આધારે 37 રનની લીડ મેળવી હતી. સ્ટાર ઓપનર સહેવાગે પ્રથમ ઈનીંગની જેમ બીજી ઈનીંગમાં પણ 50 રન ફટકાર્યા હતા. તો ગૌતમ ગંભીરે પણ શાનદાર 74 રન બનાવ્યા હતા. સહેવાગની વિકેટ વાસે તથા ગંભીરની વિકેટ મેન્ડીસે લીધી હતી.

ત્યારબાદ આવેલા સચિને ફટકાબાજી શરૂ કરી હતી. તો સામે દ્વવિડે પણ ક્લાસિક શોર્ટ લગાવીને દર્શકોનાં દિલ જીતી લીધા હતા. એક તરફ સચિન લાંબી ઈનીંગ રમે તેવી શક્યતા લાગતી હતી. પણ 31 રનનાં અંગત સ્કોરે વાસની બોલીંગમાં સચિન વિકેટ કીપર પ્રસન્ના જયવર્ધનને કેચ આપી બેઠો હતો. તો દ્રવિડ 44 રનનો સ્કોરે મુરલીધરનની બોલ પર એલબીડબવ્યુ થયો હતો. દિવસનાં અંતે ભારતનો સ્કોર ચાર વિકેટે 200 રન થયા હતા. તેમજ ભારતે 237 રનની લીડ પણ મેળવી લીધી છે.