ગણેશ ઉત્સવ - કંઈ રાશિવાળાએ આજે શુ કરવુ જોઈએ  
                                       
                  
                  				  મેષ અને વૃશ્ચિક -ગણેશજીને લાલ કે નારંગી વસ્ત્ર, બૂંદીના પીળા લાડુ, દાડમ, લાલ ફુલ ચઢાવો. ઓમ ગં ગણપતયે નમ: મંત્રનો જાપ કરતા દૂર્વા અર્થાત લીલી ઘાસ અર્પિત કરો. 
				  										
							
																							
									  
	 
	વૃષ અને તુલા : પ્રતિમા પર શ્વેત વસ્ત્ર, સફેદ ફૂલ અને મોદક ચઢાવો. ગણેશ ચાલીસાનો પાઠ લાભદાયક રહેશે. 
				  																			
						
						 
							
 
							 
																																					
									  
	 
	મિથુન અને કન્યા - ગણેશજીની મૂર્તિ કે ચિત્ર પર લીલા વસ્ત્ર, પાન, લીલી ઈલાયચી, દૂર્વા, લીલા મગ, પિસ્તા વગેરે ચઢાવો અને અર્થવશીર્ષનો પાઠ કરો. 
				  																		
											
									  
	 
	કર્ક - ગુલાબી પરિધાનથી મૂર્તિને સુશોભિત કરો. ગુલાબના ફૂલ મિશ્રિત ખીરનો ભોગ લગાવો અને ગાયત્રી ગણેશના મંત્રનો જાપ કરો. 
				  																	
									  
	 
	સિંહ - રક્ત રંગના વસ્ત્ર, કનેર કે લાલ ફુલ, ગોળ કે ગોળનો શીરો અર્પિત કરો. સંકટ નાશક ગણેશ સ્ત્રોતનો પાઠ કરો. 
				  																	
									  
	 
	ધનુ અને મીન - આ રાશિવાળા લોકો પીળા વસ્ત્ર, પીળા ફુલ, બેસનના લાડુ, કેળા, પપૈયાનો પ્રસાદ ચઢાવો. 
				  																	
									  
	 
	મકર અને કુંભ - આસમાની વસ્ત્ર, માવાનો પ્રસાદ, આંકડાના પાન, આસમાની ફૂલ અર્પિત કરો. શ્રી ગણેશાય નમ: મંત્રનો જપ કરો.