રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. લોકસભા ચૂંટણી 2014
  4. »
  5. લોકસભા ચૂંટણી સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 16 મે 2014 (18:52 IST)

મોદીનુ વડોદરામાં સંબોધન - હું તો મજૂર નંબર 1 છુ....

- વંદે માતરમ .. વંદે માતરમ...  

- હુ વિશેષ રૂપે વડોદરા જનતા પાર્ટીનો આભાર વ્યક્ત કરુ છુ જેમાને મને અહી બોલાવ્યો. અને તમે લોકો મને કૃતાર્થ કરી દીધો. 


- હુ મારા કાર્યકર્તાઓનો દિલથી આભાર માનુ છુ.  નાના બાળકોના બેગ પર હુ જોતો હતો કે અબ કી બાર મોદી સરકાર લખેલુ હતુ... એનો મતલબ એ છેકે 15 વર્ષ પછી જ્યારે ચૂંટણી આવશે ત્યારે પણ... 

- તમે મને જે પ્રેમ આપ્યો  હુ આ નગરીનો દાસ બની ગયો છુ. તમારા આ પ્રેમને વિકાસના રૂપમાં સમર્પિત કરીશ.  જેમણે ચૂંટણીમાં મને આટલા બધા વોટોથી જીતાડ્યો એ બધાને હુ પ્રણામ કરુ છુ.  

- તમારા ધૃત્કારને પણ હુ પ્રેમમાં કનવર્ટ કરી દઈશ એ હુ તમને વિશ્વાસ અપાવુ છુ. પ્રતિસ્પર્ધા તેની જગ્યાએ છે.  દેશ સવાસો કરોડ જનતાનો છે.  

- હુ એ બધા વિપક્ષ નેતાઓ જે જીત્યા હોય કે હાર્યા હોય તેમને શુભેચ્છા પાઠવુ છુ અને તેમના સહયોગથી આ દેશ ચલાવવામાં સફળ થવાની આશા કરુ છુ. 


- હુ સફળ થવુ એ માટે મને તમારા આશીર્વાદની જરૂર છે.   હુ નેતાઓને વિધાયકોને સૌને શુભેચ્છા પાઠવુ છુ. અમે તેમના સહકારથી દેશ ચલાવવામાં સફળ થઈશુ એ અમને વિશ્વાસ છે. 

- સરકાર બનાવવા માટે સ્પષ્ટ બહુમત મળવા છતા પણ અમે દેશ ચલાવવા માટે સૌને સાથે લઈને ચાલીશુ. 


- હુ દેશવાસીને વિશ્વાસ અપાવવા માંગુ છુ કે બધાને સાથે લઈને ચાલવાનો અમારો હેતુ છે અમે કોઈ કોશિશ કરવાથી ચુકશુ નહી. 
- હવે મોદીને તમે વડોદરાનો નથી રહેવા દીધો હવે તમે તેને બધાનો ભારતનો બનાવી દીધો છે.  ભારત સંવિધાન કહેતા હૈ વડોદરાની ધરતી  

- - હુ માનુ છુ કે તમે મને જે જવાબદરી આપી છે તેને પુરી કરવામાં શરીરનો પ્રત્યેક કણ સમયનો પ્રત્યેક કણ સવાસો કરોડ દેશવાસીઓને સમર્પિત છે. હુ તમને વિશ્વાસ અપાવુ છુ કે અમારો મક્સદ છે અમારો નારો છે સબકા સાથ સબકા વિકાસ 
 
- પરિશ્રમ કરવામાં કોઈ શરમ નથી હોતી. અને હુ તો મજૂર નંબર એક છુ. મારા વિરોધી પણ આ વિશે એક શબ્દ નહી બોલે કારણ કે તેઓ માને છે કે હા આ મજૂર છે. 
 
આપણે સવાસો કરોડ દેશવાસીઓનુ સપનું પુરૂ કરવા માટે આ દેશને આગળ લઈ જવાનો છે.  
 
 

- તમને મારા પર ભરોસો છે તો મને તમારા પર વિશ્વાસ છે. દેશના લોકોએ 3 સેચુરી લગાવી. દેશની જનતાનો હુ આભારી છુ. ભાઈઓ બહેનો હુ વર્ષોથી કહેતો આવ્યો છુ જે સરકાર હોય છે  સરકાર ક્કોઈ વિશેષ લોકોની નથી હોતી સરકાર સવાસો કરોડ દેશવાસીઓની હોય છે. સાતસો કરોડ દેશવાસી આપણા હોય છે. જેમનુ કલ્યાણ તેમનુ સુખ  જોવુ એ સરકારનું કામ છે 


- આજે હ સયાજીરાવ ગાયકવાદની ધરતી પરથી દેશવાસીઓને વિશ્વાસ અપાવવા માંગુ છુકે  અમને આઝાદી માટે મરવાની તક નહી મળી અમને જેલ જવાનુ સૌભાગ્ય ન મળ્યુ. અમને અગ્રેજી અત્યાચારોને સહન કરવાનુ સૌભાગ્ય નહી મળ્યુ. પણ આઝાદ હિદ્નુસ્તાનમાં રાજ્ય સ્વરાજ્ય માટે જીવવુ એ અમારુ  સૌભાગ્ય છે. દેશ માટે મરવાનુ સૌભાગ્ય ન મળ્યુ પણ દેશ માટે જીવવાની તક મળી છે.  હવે દેશ માટે મરવાનો નહી જીવવાનો સમય આવી ગયો છે. જો સવાસો કરોડ દેશવાસી એકસાથે ચાલશે તો મારો દેશ સાતસો કરોડ પગલા આગળ ચાલશે. આ જનશ્કતિ છે જેના સામર્થ્યથી આ દેશ ચાલવાનો છે.  

- અત્યાર સુધી દેશની ચૂંટણીનું નેતૃત્વ તેમની પાસે હતુ જે આઝાદ હિન્દુસ્તાન પહેલા જન્મ્યા હતા. આ પહેલી ચૂંટણી છે જેમાં નેતૃત્વ એમના હાથમાં છે જે આઝાદી પછી જન્મ્યા છે. આ દેશમાં પહેલીવાર આઝાદ હિન્દુસ્તાનમાં જન્મેલા લોકો વડે ચાલવાનો છે. 

- દેશ આઝાદ થયા પછી મોટાભાગે કોંગ્રેસની સરકાર બની.  આ વખતે આઝાદી પછી પહેલીવાર એવુ બન્યુ છે કે કોઈ એક પક્ષની શુદ્ધ રીતે સરકાર બની હોય. આ વખતે ભાજપની શુદ્ધ રૂપે સરકાર બની છે.  આ પહેલુ જૂથ છે કે જે કોંગ્રેસની વિચારધારા વિરુદ્ધ લડવામાં સફળ થયુ .  
મને વિજયી બનાવવા માટે સોનો અભિનંદન 
 
ટીવી મીડિયાના લોકો આજે ઈછતા હતી કે હુ કંઈક બોલુ  પણ મારુ મન થતુ હતુ કે બોલીશ તો વડોદરા જઈને જ બોલીશ કારણ કે પહેલો હક વડોદરાના મારા ભાઈઓ અને બહેનોનો છે. આજનો દિવસ તમને કેવો લાગી રહ્યો છે. 
 
અચ્છે દિન આ ગયે હૈ 
 
આજ હુ અહી આવ્યો છુ તમારા સૌનો અભિનંદન કરવા માટે આવ્યો છુ. તમારો ધન્યવાદ કરવા આવ્યો છુ. ભાઈઓ બહેનો આ ચૂંટણીમાં વ્યક્તિગત રૂપે બે મહત્વપૂર્ન વાતો મારી સાથે થઈ. એક વડોદરા મળ્યુ મુશ્કેલ સે નામાંકન ભર્યા પછી માત્ર 50 મિનિટ જ આપી શક્યો.  તમે 5 લાખ 70 હજાર વોટથી મને જીતાડી દીધો...  
 
હુ વડોદરાના લોકોને માથુ ઊચુ કરીને નમન કરુ છુ. તમે જે પ્રેમ આપ્યો છે અને એક એક મતદાતાએ નરેદ્ંર મોદી બનીને કામ કર્યુ છે. ભાઈઓ અને બહેનો હુ તમને બધાને હ્રદયથી ધન્યવાદ કરુ છુ. તમે મને બહુ મોટી જવાબદારી આપી છે. 
 
આજે કદાચ હિન્દુસાનના ઈતિહાસમાં કોઈ ઉમેદવારને પોતાના મતદાતાઓ સાથે સંવાદ કરવાની તક ન મળી હોય. એક ઉમેદવારને નાતે મારી વાત કહેવાનુ મને તક નથી મળી.  તેમ છતા મોદીના મૌન પર તમે જે રીતે મોહર લગાવી છે એ હિન્દુસ્તાનની રાજનીતિક ઘટનામાં યાદગાર છે. આજે તમે 60 વર્ષના લોકતંત્રના ઈતિહાસમાં એક નવો રેકોર્ડ કાયમ કર્યો છે.  કદાચ એક વાત મીડિયાવાળાને નજર નથી આવી. અમારા દેશમાં જ્યારે જનરલ ઈલેક્શન થાય છે મને બતાવવામાં આવ્યુ કે આપણા દેશમાં અત્યાર સુધી જેટલા લોકસભાના જનરલ ઈલેક્શન થયા તેમા 5લાખ 70 હજારનો રેકોર્ડ કોઈનો નથી. આ વાત કરીને વડોદારાએ નવો ઈતિહાસ કાયમ કર્યો છે. 
 
વડોદરાના ભાઈઓ બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છા અભિનંદન હુ દેશના ઈલેક્શન કમિશનને દેશના જાગૃત નાગરિકોને આ પ્રાથના કરુ છુ કે ગુજરાતમાં વડોદરામાં નાગરિકોએ કોઈ વ્યક્તિનો પ્રચાર નહી કોઈ સિમ્બોલનો પ્રચાર નહી પણ પુર્ણ રીતે લોકતંત્ર મતાધિકાર અને મત આપવાની જવાબદારીથી વડોદરાના બુદ્ધીજીવીઓએ ડોક્ટર વકીલ ખેલાડીઓ ગૃહિણીઓએ મતદાતા જાગૃતિનો જે અભિયાન ચલાવ્યુ એ સૌથી મહત્વપૂર્ણ ઘટના છે.  હુ આ તમામ સંગઠનોનુ સાર્વજનિક રૂપે ધન્યવાદ કરુ છુ. દેશના નિષ્પક્ષ એનજીઓ સિવિલ સોસાયટીએ ભવિષ્યના ચૂંટણીમાં મીડોયા સિવાય રાજનેતાઓ સિવાય જે ઉત્તમ કામ કર્યુ છે તેનો હુ અભિનંદન કરુ છુ.