રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 09
  4. »
  5. ગુડબાય 09
Written By વેબ દુનિયા|

ઓબામાં રહ્યાં વર્ષના આઈકોન

PTI
વર્ષ 2009 માં સૌથી વધુ રેટિંગ પ્રાપ્ત કરનારા વિશ્વના કોઈ એક વ્યક્તિની વાત કરવામાં આવે તો તે છે બરાક ઓબામા.

અમેરિકાના પ્રથમ અશ્વેત રાષ્ટ્રપતિ બનીને તેમણે જ્યાં ઈતિહાસ રચી નાખ્યો ત્યાં પોતાના કાર્યકાળમાં 9 માસમાં જ તેમને નોબલ શાંતિ પુરસ્કાર માટે ચૂંટવામાં આવ્યાં.

આ સાથે જ ભારત-ચીન સંબંધ, જળવાયુ પરિવર્તન, અમેરિકા-રશિયા પરમાણુ હથિયારોનો ભંડાર ઓછો કરવા, અફઘાનિસ્તાનમાં 30 હજાર વધુ અમેરિકી સૈનિકોને તેનાત કરવા સહિત કેટલાયે મુદ્દાઓ પર તેમને વ્યક્તિગત રીતે પહેલ કરી. જેના કારણે તે દિગ્ગજોમાં નંબર વન રહ્યાં.

એતિહાસિક પરિવર્તન

વર્ષની શરૂઆતમાં દુનિયાના સૌથી શક્તિશાળી દેશ અમેરિકામાં પ્રથમ અશ્વેત રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ગરમજોશી આંતરરાષ્ટ્રીય સ્તરે જોવા મળી. ડેમોક્રેટિક પાર્ટીના બરાક ઓબામાએ 20 જાન્યુઆરી 2009 ના રોજ વ્હાઈટ હાઉસમાં અમેરિકી રાષ્ટ્રપતિ પદના સૌગંધ લીધા.

ઓબામાએ પોતાના શપથગ્રહણ સમારોહમાં એ બાઈબલનો ઉપયોગ કર્યો જેનાથી અબ્રાહમ લિંકને વર્ષ 1861 માં સૌગંધ લીધા હતાં. તેમણે વર્ષ 2008 માં અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણી માટે 4 નવેમ્બરના રોજ થયેલા નિર્ણાયક મતદાનમાં શાનદાર સફળતા મળી હતી. તેને અમેરિકી ઈતિહાસમાં સૌથી મોટુ અને એતિહાસિક પરિવર્તન એટલા માટે પણ કહેવામાં આવ્યું છે કારણ કે, રંગંભેદ અને વંશીયભેદના ખાત્માની નજીક સવા શતાબ્દી બાદ અમેરિકી જનતાએ પોતાના દેશમાં પ્રથમ વખત કોઈ અશ્વેતને સર્વોચ્ચ પદ પર બિરાજમાન કર્યો. આ અગાઉ નવેમ્બર 2008 માં 46 વર્ષના ઓબામાંએ કોઈ મોટી અમેરિકન પાર્ટીનું પ્રથમ અશ્વેત રાષ્ટ્રપતિ ઉમેદવાર બનીને ઈતિહાસ રચ્યો. તે અમેરિકાના રાષ્ટ્રપતિ બનનારા પ્રથમ આફ્રીકી અમેરિકી પણ છે.

તેમના શપથ ગ્રહણ સમારોહ સ્થળ નેશનલ મોલ વિસ્તારમાં આશરે 20 લાખ લોકો જમા થયાં.


ધિ ગ્રેટ જોક...

10 ઓક્ટોબરના રોજ જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાને શાંતિના નોબલ પુરસ્કાર માટે ચૂંટવામાં આવવાની જાહેરાત નોર્વેની પસંદગી સમિતિએ કરી તો તેના પર વિશેષજ્ઞોએ ઘણી તીખી પ્રતિક્રિયા આવી. લંડનના જોન બ્લોકે લખ્યું કે, આ તો મોટો જોક થઈ ગયો. ખુદ ઓબામા અને વ્હાઈટ હાઉસે આ જાહેરાત પર આશ્વર્ય વ્યક્ત કર્યું.

ઓબામાએ એક પત્રકાર પરિષદમાં કહ્યું ' હું આ વાતથી ઘણું આશ્વર્ય અનુભવી રહ્યો છું અને આભારી પણ છું. હું નોબલને લાયક ન હતો. યૂરોપમાં આ જાહેરાતને લઈને ખુશી ઓછી આશ્વર્ય વધુ વ્યક્ત કરવામાં આવ્યું. 'ધિ ટેલીગ્રાફ' વર્તમાનપત્રના મુખ્ય રાજનીતિક સમીક્ષક બેનેડિક્ટ બ્રોગેને તો ત્યાં સુધી કહી દીધું કે, ઓબામાંએ પરત કરી દેવો જોઈએ. તેમ છતાં પણ બરાક ઓબામાએ 10 ડિસેમ્બરના રોજ નોર્વેની રાજધાની ઓસ્લોમાં આ પુરસ્કાર ગ્રહણ કર્યો. બરાક ઓબામા નોબલ પુરસ્કાર પ્રાપ્ત કરનારા ચોથા અમેરિકી રાષ્ટ્રપતિ છે, જ્યારે શાંતિ માટે નોબલ પ્રાપ્ત કરનારા તે ત્રીજા અમેરિકી રાષ્ટ્રપતિ છે.