રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 09
  4. »
  5. ગુડબાય 09
Written By વેબ દુનિયા|

જળવાયુ પરિવર્તન સમ્મેલન : મોટી નિષ્ફળતા

P.R
ડેનમાર્કની રાજધાની કોપેનહેગનમાં જળવાયુ પરિવર્તન સમ્મેલનમાં કોઈ સમજૂતિ થઈ શકી નથી. આ વર્ષની વિશ્વ સમુદાય માટે સૌથી મોટી નિષ્ફળતા કહી જા શકતી હૈ. 193 દેશોના પ્રતિનિધિઓ સાથે જ દુનિયાના 100 થી વધારે દેશોના ટોચના નેતાઓ તેમાં શામેલ હતાં.

7 થી 18 ડિસેમ્બર સુધી 12 દિવસ સુધી ચાલેલા આ મેરાતન સમ્મેલનની નિષ્ફળતાને ઢાંકવાનો પ્રયત્ન કરતા અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ તેને સંતોષજનક જણાવ્યું અને કહ્યું કે, તેનાથી ધરતીને બચાવવા માટે વૈશ્વિક સમુદાયને આગળ વધવાની દિશા મળશે પરંતુ તેના આ દાવાને ભારતીય વડાપ્રધાન મનમોહન સિંહનું સમ્મેલન બાદ આપવામાં આવેલું પ્રથમ નિવેદન જ પોલ ખોલી દે છે.

મનમોહન સિંહે કહ્યું કે, 'અકાર્ડ' પર ચર્ચા થવાની જરૂરિયાત હતી એટલે કે 'અકાર્ડ' પર જેવી ચર્ચાની જરૂરિયાત હતી તેવી ન થઈ શકી. જ્યારે સામાન્ય સહમતિ પર પહોંચી જ નહીં જઈ શકાય તો તેને સંતોષજનક કેવી રીતે કહી શકાય ?