બુધવાર, 23 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|

ગુજરાત કોંગ્રેસને ઝટકો, નરહરિ અમિન ભાજપમાં

.
P.R
ગુજરાત વિધાનસભા ચૂંટણીના બરાબર પહેલા કોંગ્રેસને એક જોરદાર ઝટકો વાગ્યો છે. ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા રહેલા નરહરિ અમીન હવે કોંગ્રેસમાં નથી. આજે સવારે અમીન પોતાના સમર્થકો સાથે ભાજપામાં જોડાય ગયા. વિધાનસભાની ટિકિટ કોંગ્રેસમાંથી ન મળતા અમીને મંગળવારે જ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધુ. ત્યારથી જ અટકળો ચાલતી હતી કે અમીન મોદી સાથે જોડાય શકે છે.

અમીન વિશે કહેવાય છે કે તેઓ રાજ્યમાં તાકતવર પટેલ સમુહ સાથે સંબંધ ધરાવે છે. પટેલ સમુહમાં વર્ચસ્વ રાખનારા અમીનના ભાજપામાં જોડાતા સૌરાષ્ટ્રમાં મોદીને મોટો ફાયદો થઈ શકે છે.

અમીનને ભાજપમાં પ્રવેશ આપ્યા બાદ નરેન્દ્ર મોદીએ આ પ્રસંગને ગુજરાતના રાજકારણના કેન્દ્રબિંદુ સમાન ઘટના ગણાવી હતી. તેમણે નરહરિ અમીનને સંઘર્ષરત આગેવાન ગણાવી તેમને અને તેમના સાથીઓને ભાજપમાં હૃદયપૂર્વક આવકાર આપ્યો હતો

મોદીએ વધુમાં જણાવ્યું હતું કે આ બે શક્તિઓનું જોડાણ કોઈ સ્વાર્થી રાજનીતિ કે કંઈક મેળવવા માટે નથી પરંતુ ગુજરાતને, ગુજરાતની આવનારી પેઢીને એક સુંદર ભવિષ્ય આપવા માટેનું જોડાણ છે. ગુજરાતની આવનારી પેઢી એક ઉજ્જવળ ભવિષ્ય પામે એ માટે આ શક્તિઓ એકજૂટ થઈને કામ કરશે