ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: શુક્રવાર, 28 એપ્રિલ 2017 (16:43 IST)

શું અલ્પેશ ઠાકોર ચૂંટણી પહેલા નવી રાજકિય પાર્ટી બનાવશે?

2015માં થયેલા પાટીદાર આંદોલન પછી ક્ષત્રિય ઠાકોર સેનાના કન્વીનર અલ્પેશ ઠાકોરનો ચહેરો પણ એક કાર્યકર્તા તરીકે ઉભર્યો હતો. તેમણે બેરોજગારી, ફિક્સ પગારના મજૂરોનું શોષણ અને દલિતોને તેમજ આદિવાસી સમાજની અન્યમ મુશ્કેલીઓ માટે લડત કરી છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે અલ્પેશ ઠાકોર એક નવી પોલિટિકલ પાર્ટીની સ્થાપના કરી શકે છે તેવી ચર્ચાઓએ ચારેબાજુ જોરદાર જોર પકડ્યું છે. 

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ભાજપ અને કોંગ્રેસ નેતાઓએ અલ્પેશ ઠાકોરને પોતાની પાર્ટીમાં સારી એવી પોઝિશન ઓફર કરી હતી.  સૂત્રએ જણાવ્યું કે, 9મી મે પહેલા  ક્ષત્રિય સેના અલ્પેશ ઠાકોરના સમર્થનમાં રિઝોલ્યુશન પાસ કરશે. અલ્પેશ ઠાકોર નવી પાર્ટી બનાવશે કે પછી ઈલેક્શ પહેલાં ભાજપ અથવા કોંગ્રેસમાં જોડાશે તે પણ નક્કી કરવામાં આવશે. સૂત્રના જણાવ્યા અનુસાર, બીજેપીને ટક્કર આપવા માટે, ક્ષત્રિય ઠાકોર સેના કર સેવાલ કેમ્પેઈન લોન્ચ કરશે, જે અયોધ્યામાં રામ મંદિર તેમજ ગૌરક્ષા માટે કામ કરશે. કારણકે ભાજપે આ વચનો આપીને રાજ્યમાં શાસન કર્યું છે, પણ આ પાવરમાં હોવા છતાં આ ક્ષેત્રે કોઈ કામ નથી કર્યું. ગૌરક્ષા માટે અમારે મુસ્લિમોની પણ મદદ જોઈશે. અમે નોર્થ અને સેન્ટ્રલ ગુજરાતમાં લગભગ 80 સીટ એવી જોઈ છે, જ્યાં ઠાકોર, ઓબીસી, દલિત અને આદિવાસી વોટ્સ અમને બીજેપી અને કોંગ્રેસને હરાવવામાં મદદ કરશે.


(photo - Facebook)