રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: મંગળવાર, 21 નવેમ્બર 2017 (15:15 IST)

અમિત શાહ તામિલ, બંગાળી અને કલાસીકલ મ્યુઝીક શીખી રહ્યાં છે

આખા દેશમાં ચૂંટણીઓનો માહોલ જોવા મળી રહ્યો છે, એક પછી એક રાજ્યોમાં ચૂંટણી થઈ રહી છે ત્યારે ભાજપના અધ્યક્ષ અમિત શાહની ચૂંટણી સ્ટ્રેટજીની વાત કરીએ તો, ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને અમિત શાહ અજીબ તૈયારી કરી રહ્યાં છએ. જી હાં અમિત શાહ ચૂંટણીને ધ્યાનમાં રાખીને તામિલ, બંગાળી અને ક્લાસીકલ મ્યુઝીક શીખી રહ્યાં છે. એક અંગ્રેજી અખબારમાં આવેલ અહેવાલ પ્રમાણે અમિત શાહે પ્રોફેશનલ ટીચર રાખ્યાં છે, જે તેમને તામિલ, બંગાળી જેવી ભાષાઓ શીખવાડે છે.

મહત્વનું છે કે આવનારા વર્ષોમાં બંગાળ, તમિલનાડુમાં ચૂંટણીઓ આવી રહી છે જેને પગલે અમિત શાહ બંગાળી અને તામિલ શીખી રહ્યાં છે. શાહની નજીકના સૂત્રોના જણાવે છે કે, અમિત શાહ જ્યારે જેલમાં હતાં ત્યારે પણ તે શુદ્ધ હીન્દી શીખતા હતાં. પોતાની માનસિક શાંતિ માટે યોગ અને કલાસીકલ મ્યુઝીક શીખે છે. ઉલ્લેખનીય છે કે ભાષાઓ શીખવાથી સીધો સંપર્ક વધે છે.