શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: શુક્રવાર, 17 નવેમ્બર 2017 (13:01 IST)

શંકરસિંહ વાઘેલા કોનું ઘર ભાગશે? ભાજપનું કે કોંગ્રેસનું

વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે બંને  પાર્ટીએ હજુ સુધી પોતાના ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું નથી. જ્યારે ઉમેદવારી નોંધાવવાની અંતિમ તારીખ 21 નવેમ્બર છે.  જ્યારે બીજીબાજુ શંકરસિંહ વાઘેલા પણ હજુ સુધી પોતાના પત્તા ખોલી નથી રહ્યા. તેઓ કોંગ્રેસ પોતાના ઉમેદવાર જાહેર કરે તેની રાહ જોઈ રહ્યા છે. કોંગ્રેસનું માનવું છે કે વાઘેલા પાસે દરેક વિધાનસભા બેઠક પર 1-2 ઉમેદવારો હોઈ શકે છે અને તેઓ ટ્રેક્ટરના સીમ્બોલ સાથે લડી શકે છે. જેથી કોંગ્રેસ જેવા તેના ઉમેદવાર ઘોષિત કરશે વાઘેલા તે પ્રમાણે તે જ જાતીના પોતાના ઉમેદવાર ઘોષિત કરી શકે છે. બુધવારે પોતાના ઉમેદવાર નક્કી કરવા માટે સત્તાધારી પક્ષ ભાજપની સંસદીય દળની બેઠક મળી હતી.

અઢી કલાક ચાલેલી આ બેઠક પછી પણ ભાજપે પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા નથી.  જ્યારે કોંગ્રેસના નેતા શક્તિસિંહે  જણાવ્યું કે ભાજપના દરેક પગલા કોંગ્રેસની ક્રિયાના જવાબમાં પ્રતિક્રિયા જેવા હોય છે. જો તેઓ રાજ્યમાં 150 બેઠક જીતવાનો વિશ્વાસ ધરાવે છે તો શા માટે પહેલાથી પોતાના ઉમેદવાર જાહેર કરતા નથી. કોંગ્રેસની સેટ્રલ ઇલેક્સ કમિટીની બેઠક 17 નવેમ્બરે મળશે અને ત્યારબાદ અમે અમારા ઉમેદવાર જાહેર કરીશું.  શક્તિસિંહએ શંકરસિંહ પર પણ પ્રહાર કરતા કહ્યું કે, ‘તેમણે કોંગ્રેસ છોડતા વખતે ફરીયાદ કરી હતી કે અમે ઉમેદવારો વહેલા જાહેર નથી કરતા તો પછી હવે તેમને શું થયું શા માટે તેઓ ઉમેદવાર વહેલા જાહેર નથી કરી રહ્યા. શંકરસિંહ વાઘેલાએ જન વિકલ્પ મોરચા દ્વારા 182 બેઠકો પર લડવાનું જાહેર કર્યું છે. જોકે સૂત્રોનું કહેવું છે કે JVP એવી બઠકો કે જ્યાં ભાજપના વરિષ્ઠ નેતાઓ ભાગ લેશે તેવી બેઠકો પર પોતાના ઉમેદવાર ઉભા રાખશે નહીં. આ પહેલા 1998ની વિધાનસભા ચૂંટણી વખતે વાઘેલાની રાષ્ટ્રીય જનતા પાર્ટીએ 168 બેઠકો પર ઉમેદવાર ઉભા રાખ્યા હતા જોકે તેઓ ફક્ત 4 બેઠકો પર જ જીત્યા હતા. જ્યારે 114 બેઠકો પરતો ડિપોઝિટ પણ જપ્ત થઈ ગઈ હતી. તે વખતે વાઘેલાનો ટાર્ગેટ ભાજપ હતું અને આ વખતે કોંગ્રેસ છે.2012માં કેશુભાઈ પટેલની ગુજરાત પરિવર્તન પાર્ટીએ શાસક ભાજપથી નારાજ પાટીદારોના વોટ ભેગા કરવા પ્રયાસ કર્યો હતો. પરંતુ તે વખતે જો કોઇનું નુકસાન થયું હોય તો કોંગ્રેસનું થયું હતું તેને મળનારા નારાજ પાટીદારોના વોટ જીપીપીને ગયા પરંતુ અન્યોના વોટ ન મળતા માત્ર 3.63% વોટ શેર સાથા જીપીપીની રાજકીય કારકિર્દીનું પણ બાળમરણ થયું હતું. વાઘેલા પણ આ જ રસ્તા પર જઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.