ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Updated : મંગળવાર, 24 ઑક્ટોબર 2017 (11:10 IST)

રાહુલ-હાર્દિકની સીક્રેટ મીટિંગ ? CCTV ફુટેજ વાયરલ, પાટીદાર નેતાએ મુકી આ 3 શરત

પાટીદાર નેતા હાર્દિક પટેલ અને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની હોટલ તાજમાં થયેલ મુલાકાત પર સંશય બન્યો થયો છે. એક બાજુ જ્યા મીડિયામાં હોટલની સીસીટીવી ફુટેજના આધાર પર સમાચાર ચાલી રહી છે કે બંને નેતાઓ વચ્ચે મુલાકાત થઈ છે તો બીજી બાજુ હાર્દિક પટેલે મીડિયા સામે રાહુલ સાથે કોઈપણ પ્રકારની મુલાકાતથી ઈનકાર કર્યો છે.  હાર્દિક પટેલે કહ્યુ કે જો તેમને રાહુલ ગાંધીને મળવુ હશે તો તે સૌની સામે મળશે. 
 
હાર્દિક પટેલની ત્રણ શરત 
 
જો કે સૂત્રો મુજબ હર્દિક પટેલે પાટીદાર સમાજની અનેક નવી શરત આ મુલાકાત દરમિયાન કોગ્રેસ ઉપાધ્યક્ષની સામે મુકી. પહેલી શરત પાટીદાર અનામત, બીજી શરત - જીત મળતા સરકારમાં ભાગીદારી અને ત્રીજી શરત રાષ્ટ્રદોહ કેસ સાથે જોડાયેલી છે. 
 
હાર્દિક ઈચ્છે છે કે કોંગ્રેસ એ સ્પષ્ટ કરે કે કેવી રીતે અને સંવિધાનની કંઈ જોગવાઈ દ્વારા કોંગ્રેસ જો સત્તામાં આવે છે તો પાટીદારોને અનામત આપશે. કોંગ્રેસ જો સત્તામાં આવે છે તો સરકારમાં પાટીદારોને કેટલા ટકા નેતૃત્વ મળશે.  આ સાથે જ પાટીદારો પર થયેલ રાષ્ટ્રદોહ કેસ પરત લેવો અને પાટીદાર યુવકોની હત્યાના જવાબદાર લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવાની વાત પણ કરી.. 
 
BJP વિરુદ્ધ કોંગ્રેસને સમર્થન આપવા તૈયાર 
 
સ્પષ્ટ છે કે હાર્દિક પટેલે પોતાના સમાજના હકની વાત રાહુલ ગાંધી સામે મુકી છે. હાર્દિક પટેલ પહેલા આ મુલાકાતને લઈને ના પાડી રહ્યા હતા પણ હોટલના સીસીટીવીમાં તેમને હોટલની અંદર જતા જોવા મળ્યા. સૂત્રો મુજબ હાર્દિક પટેલ હાલ સાર્વજનિક રૂપે કોંગ્રેસનુ સમર્થન નથી કરી રહ્યા.  કારણ કે હાર્દિકનો આખો સમાજ ભલે આ સમયે બીજેપી સાથે ન હોય પણ સંપૂર્ણ રીતે કોંગ્રેસને અપનાવી પણ શક્યો નથી.   પાટીદારોમાં યુવા અને વડીલો વચ્ચે મતભેદ થઈ ગયો છે. આવામાં હાર્દિક પટેલને જ્યા સુધી સમાજનો પૂરો સાથે નથી મળતો ત્યા સુધી તો કોંગ્રેસનુ ખુલ્લા મને સમર્થન નહી કરે. 
 
દસ જીલ્લામાં રેલીઓ કરશે હાર્દિક 
 
હાર્દિક હાલ દિવાળીના 10 દિવસોમાં દસ જીલ્લામાં મોટી મોટી રેલીઓ કરશે. આ રેલી હાર્દિક સમાજનુ પુરૂ સમર્થન મેળવવા માટે કરવાના છે. ઉલ્લેખનીય છે કે હાર્દિકે કોંગ્રેસ શરત સાથે સમર્થન આપવાની વાત કરી છે. તેઓ કહી ચુક્યા છે કે બીજેપીને હરાવવા માટે કોંગ્રેસને સાથે આપવો જરૂરી છે.  તેઓ પાર્ટીમાં સામેલ નહી થાય કે ન તો ચૂંટણી લડશે.. કારણ કે ચૂંટણી લડવા માટે 25 વર્ષની વય હોવી જરૂરી છે અને હાર્દિક પટેલ હાલ 24 વર્ષના જ છે.