સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: લખનૌ. , શનિવાર, 28 જાન્યુઆરી 2017 (14:48 IST)

જનતાને બેવકૂફ બનાવીશ અને પૈસો કમાવીશ - અપક્ષના ઉમેદવારનુ વિવાદિત નિવેદન

સોશિયલ મીડિયા પર વર્તમાન સમયમાં એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમા યૂપીના એક અપક્ષ ઉમેદવારનુ વિચિત્ર નિવેદન જોવા મળ્યુ.  વીડિયોમાં તમે જોશો કે તેનુ કહેવુ છે કે તે રાજનીતિમાં પૈસા કમાવવા માટે આવ્યો છે. તેણે કહ્યુ કે તે લોકોને બેવકૂફ બનાવીને ધારાસભ્ય બનશે. 
 
લોકોને બેવકૂફ બનાવીને પૈસા કમાવવા જ મારો મકસદ 
 
આગરા દક્ષિણથી ઉમેદવારી પત્ર દાખલ કર્યા પછી નિર્દલીય ગોપાલ ચૌધરીએ કહ્યુ, 'લોકોને બેવકૂફ બનાવીને પૈસો કમાવવો જ મારો મકસદ છે.  તેણે કહ્યુ, જો આટલા લોકોને બેવકૂફ બનાવીને કોઈ માણસ પીએમ બનતો હોય તો હુ મારા વિસ્તારના લોકોને પણ બેવકૂફ બનાવીને ધારાસભ્ય બની શકુ છુ.  ચૌધરીએ કહ્યુ કે મને ધારાસભ્ય બનવુ છે. રાજનીતિમાં જે આવે છે એ પૈસા કમાવે છે. પોતાનુ ઘર ભરે છે.  એવુ જ હુ કરીશ." તેઓ આટલેથી જ રોકાયા નહી. તેમણે કહ્યુ, મારો ચૂંટણીમાં કોઈ મુદ્દો નથી. મારો પર્સનલ મુદ્દો છે.  મને બસ પૈસા કમાવવા છે. ઈનવેસ્ટ કરવુ છે". આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.